ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે છેલ્લા એક વર્ષથી બંધ બોટીંગ એક્ટિવિટી ફરીથી શરૂ કરવામાં આવશે..
MADAN VAISHNAVMarch 21, 2025Last Updated: March 21, 2025
0 2 minutes read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ગિરિમથક સાપુતારા ખાતે રોપવે શરૂ કરાયા બાદ જો બોટીંગ એટલે કે નૌકાવિહાર શરૂ થશે તો પ્રવાસન ઉધોગની ગાડી પાટા પર ચડશે..સાપુતારા 21-03-2025 ડાંગ જિલ્લાનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે બોટિંગ એક્ટિવિટી ચાલી રહી હતી તે છેલ્લા એક વર્ષથી બંધ અવસ્થામાં છે.જેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.ત્યારે આ બોટીંગ ફરીથી શરૂ કરવા માટે સરકાર દ્વારા સર્વેને કામગીરી શરૂ કરવામાં આવેલ છે.તેમજ બોટીંગ સહિતની કેટલીક એક્ટિવિટીને લઈને નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવેલ છે.રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ જેવી ઘટનાઓ બાદ ગિરિમથક સાપુતારા ખાતે સરકાર દ્વારા બોટીંગની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી.ત્યારે ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ ઉપર બંધ હાલતમાં પડેલ રોપવેને પુન ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.જે બાદ હવે બોટિંગ એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવનાર હોય તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.રાજય સરકાર દ્વારા બોટિંગ તથા અન્ય એક્ટિવિટી માટે નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે. ત્યારે સાપુતારા ખાતે આવેલ સર્પગંગા તળાવ ખાતે મુંબઈની ઝેનિથ એજન્સી દ્વારા સર્વેને કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં આ એજન્સી દ્વારા જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોની મદદથી બે દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ તૈયાર કરવામાં આવનાર છે.અને આ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.આ રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે.બંધ કરવામાં આવેલ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓ સહીત હોટલ એસોસિએશનમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે આ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ કરવામાં આવે તે માટે સ્થાનિક ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને વલસાડ ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બોટિંગ એક્ટિવિટી ફરી ચાલુ કરવામાં આવશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે જેથી સાપુતારા ખાતે ફરીથી પ્રવાસીઓ ઉભરાશે તેવી આશા સેવાઈ રહી છે.બોક્ષ-(1) ઈશ્વરભાઈ પાટીલ-એજન્સીએ જણાવ્યુ હતુ કે સાપુતારાનાં સર્પગંગા તળાવમાં જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોની મદદથી તળાવનો સર્વે કરવામાં આવશે અને તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તળાવમાં કઈ જગ્યાએ કેટલું ઊંડાણ છે અને કઈ જગ્યાએ શું છે તે અંગેનો સર્વે કરવામાં આવનાર છે.બે દિવસમાં આ સર્વે કરીને તે રિપોર્ટ તૈયાર કરીને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે બોક્ષ:-(2)આ અંગે સાપુતારા નોટીફાઈડ એરીયા કચેરીનાં નાયબ મામલતદાર પ્રવિણસિંહ પરમારે જણાવ્યુ હતુ કે રાજય સરકાર દ્વારા બોટિંગ એક્ટિવિટીને લઈને જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે તે મુજબ આ સર્વે કરવાનો હોય છે. જેથી સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલ હોય તે એજન્સીઓ પૈકી મુંબઈ ની ઝેનિથ એજન્સી દ્વારા સર્પગંગા તળાવનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ એજન્સીની ટીમ દ્વારા સર્વે કરીને ક્યાં કેટલું પાણી ઊંડું છે તે ચકાસીને તેનો મેપ તૈયાર કરવામાં આવશે.અને તેના આધારે આગળ બોટિંગ કરવામાં આવશે.જેથી આકસ્મિક ઘટનાઓ ટાળી શકાય..