GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૫.૨૦૨૫

પંચમહાલ જિલ્લાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.3 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રણજીતનગરખાતે આવેલ કૉમ્યુનિટી હૉલમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ રણજીતનગર ના સીએસઆર અને ઈએચઅસ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત અંતર્ગત રણજીતનગર ગામ સહીત આસપાસના ગામોના લોકોને પર્યાવરણની જાળવણી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ રણજીતનગર માધ્યમિક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ માટે ચિત્ર અને પ્રશ્નોતરી સ્પર્ધા આયોજન પણ કરવામાં આવ્યું હતું.જેમાં પર્યાવરણ સાથે સંબંધિત તેમની કલ્પનાઓને ચિત્ર સ્વરૂપે રજૂ કરવાની તક મળી.શ્રેષ્ઠ ચિત્રો માટે વિજેતાઓને પારિતોષિક આપીને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગ્રામ સફાઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના મુખ્ય માર્ગ પર સાફ સફાઈ કરી અને સ્વચ્છતા અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિતે માધ્યમિક વિદ્યા મંદિર શાળામાં ના કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જી.પી.સી.બી. હાલોલ ના રીજનલ ઓફિસર ડો. પ્રદીપ દવે સહીત કર્મચારીઓ તેમજ જીએફએલ કંપનીના શેષનારાયણ પાંડે, ડો.સંજય ગાંધી, ડો. સુનિલ ભટ્ટ, જિગ્નેશ મોરી, સહીત રણજીતનગર ના તેમજ આજુબાજુના ગામ ના લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!