AHAVADANG

ડાંગના નાનાપાડા ગ્રામ પચાયતનાં બે ઉમેદવારોનાં ફોર્મ નહી સ્વીકારાતા જિલ્લા ચુંટણી અધિકારીને ફરીયાદ કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં વિભાજન થયેલ ગ્રામ પંચાયત તથા ચૂંટણીથી બાકાત રહી ગયેલ ગ્રામ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે.ત્યારે તા. 09નાં રોજ ઉમેદવારી નોંધાવાની હોય જેથી નાનાપાડા ગ્રામ પંચાયત વિસ્તારનાં ઉમેદવારોએ પણ ફોર્મ લઈ ફોર્મ ભરવાની તજવીજ હાથ ધરી હતી.પરંતુ નાનાપાડા ગ્રામ પંચાયત વિસ્તારના બે ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં નહીં આવતા બંને ઉમેદવારોએ જિલ્લા ચૂંટણી અધિકારી ને લેખિતમાં ફરિયાદ અરજી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. વધઈ તાલુકાનાં નાનાપાડા ગ્રામ પચાયતનાં  અનિલાબેન મગનભાઈ તુંબડા (રહે.આહેરડી ) એ નાનાપાડા ગ્રામ પચાયતમાં સરપચનાં ઊમેદવારી તરીકે ફોર્મ ભરવા માટે ગયા હતા.જયારે કૃણાલ દિનકરભાઈ જાધવ (રહે. નાનાપાડા) વોર્ડ.નં.2 માં ઊમેદવારીપત્ર ભરવા માટે ગયા હતા.તારીખ 09-06-2025 નાં રોજ ચુંટણી અધિકારીની ચેમ્બરમાં બપોરે ત્રણ વાગ્યા પહેલા આ બંને ઉમેદવારો હાજર હતા.પરંતુ  ચુંટણી અધિકારી અન્ય ઊમેદવારનાં ફોર્મ લેવામાં વ્યસ્ત હતા.જેથી તેઓનું ફોર્મ તાત્કાલિક સ્વીકારવામાં આવ્યુ ન હતુ.ચુંટણી અધિકારીએ જણાવ્યુ હતુ કે ફોર્મ ભરવાનો સમય પુરો થઈ ગયો છે જેથી તમારૂ ફોર્મ સ્વીકારી શકાય નહી તેમ ઉમેદવારોને જણાવ્યુ હતુ. જોકે આ બે ઉમેદવારોના આક્ષેપ છે કે,નિયત સમયે ઊમેદવારો નાનાપાડા ગ્રામ પચાયતનાં ચુંટણી અધિકારી પાસે ફોર્મ ભરવા જવા છતા ચુંટણી અધિકારીએ બન્ને ઊમેદવારોનાં ફોર્મ નહી સ્વીકારી અન્યાય કરેલ છે તથા લોકશાહીનું હનન કરેલ છે.જેથી  યોગ્ય તપાસ કરી બન્ને ઊમેદવારોનાં ફોર્મ સ્વીકાર કરવા જિલ્લા ચુંટણી અધિકારીને લેખિત ફરીયાદ  કરવામાં આવેલ છે.અને ન્યાયની માંગણી કરવામાં આવેલ છે. જોકે આ સમગ્ર મામલે  નાનાપાડા ગ્રામ પંચાયતનાં ચૂંટણી અધિકારી આશિષભાઈ ભોયેનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે,”આ બન્ને ઉમેદવારો ત્રણ વાગ્યા પછી ફોર્મ લઈ આવ્યા હતા.જેથી નિયમ મુજબ ફોર્મ  સ્વીકારવામાં આવેલ નથી.”

Back to top button
error: Content is protected !!