AHAVADANG

ડાંગ જિલ્લામાં દરેક પોલીસ મથકે નાગરિકો માટે સાંત્વના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગણિયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વિભાગે નાગરિકોમાં ખાસ કરીને મહિલાઓ,બાળકો અને વરિષ્ઠ નાગરિકો (સીનીયર સીટીઝન) ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ રહે તે હેતુથી ગુજરાત રાજયની પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે.જેમાં રાજયના પોલીસ વડાએ રાજયના દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ” સાંત્વના કેન્દ્ર એ એક એવુ સ્થળ હશે જયાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સીનીયર સીટીઝનને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. જયાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફર પોલીસ ઓફિસર, ૧૮૧ અભયમ, અને PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ ડાંગ જીલ્લાનાં સુબીર,આહવા,વઘઈ અને સાપુતારા  પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલ સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!