AHAVADANG

ગિરિમથક સાપુતારા ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામી રહેલ સાંસ્ક્રુતિક હોલનાં બાંધકામમાં ભ્રષ્ટાચારની “બુ” ઉઠી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યનાં પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામી રહેલ મલ્ટીપ્રર્પઝ(સાંસ્ક્રુતિક) હોલનાં બાંધકામમાં ઈજારદાર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી રહી છે.અહી સરકારનાં નક્કી કરેલા સમય મર્યાદા કરતા વધુ સમય થઈ જતા પ્રવાસન વિભાગ અને ઈજારદારની મીલીભગતથી સરકારી ગ્રાન્ટનો દુરોપયોગ કરાતો હોવાની ફરિયાદ સ્થાનિકોમાં ઉઠી છે.રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનાં ભૌતિક સુવિધામાં વધારો થાય તથા સાપુતારાની કાયાપલટ થાય તે હેતુથી પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસનાં કાર્યો હાથ ધરવામાં આવ્યા છે,તે પૈકી હાલમાં કરોડો રૂપિયાનાં માતબર ખર્ચે સાંસ્કૃતિક હોલનાં બાંધકામમાં ઈજારદાર દ્વારા નિમ્ન કક્ષાનું મટીરીયલ્સ વાપરી ગેરરીતિ આચરવા આવી રહ્યાની રાવ સ્થાનિકો કરી રહ્યા છે.સાંસ્કૃતિક હોલનાં બાંધકામમાં નબળી ઈંટો,સિમેન્ટ,સ્ટીલ સહીત માટી યુક્ત રેતીનો બેફામ ઉપયોગ કરાતા કરોડોનાં ખર્ચે બની રહેલ સાંસ્કૃતિક હોલનું નબળું બાંધકામથી હોલની ગુણવતા ટકાવ ન હોય સરકારી કરોડો રૂપિયા પાણીમાં જવાની શક્યતા નકારી શકાતી નથી.સાપુતારા ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે બની રહેલ આ સાંસ્કૃતિક ભવનનું બાંધકામ ખુબ જ તકલાદી હોવા છતા તેની દેખરેખ માટે સરકારી ટેક્નિકલ સ્ટાફની નિમણુક પણ ન કરાતા ઈજરદારને ભ્રષ્ટ્રચાર ને અંજામ આપવા માટે મસમોટુ મોકળુ મેદાન મળી રહ્યુ છે.આ સાંસ્કૃતિક હોલનાં પાયાનાં બાંધકામમાં ઈજારદાર દ્વારા હજારો ટન માટીની રોયલ્ટી ચોરી કરી પુરાણ કરી હોય સરકારી તિજોરીને પણ ચૂનો ચોપડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.રાજ્યના પ્રવાસન વિભાગ હસ્તક કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલ યોજના અંગે પ્રવાસન વિભાગ કે ઈજારદાર દ્વારા સ્થળ પર કોઈ માહિતી દર્શાવતું બોર્ડ કે કેટલા સમય મર્યાદા માં કામગીરી પૂર્ણ કરવાની થાય છે તેવું સ્પષ્ટ ન કરતા પ્રવાસન વિભાગ અને ઇજારદારની મીલીભગતની ગંધ આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છેકે સાપુતારા ખાતે અગાઉ પણ પ્રવાસન વિભાગ દ્વારા સનરાઇઝ અને ટેબલ પોઇન્ટ પર કરોડો રૂપિયાના ખર્ચે વિકાસનાં કામો હાથ ધરાયાં હતા. પરંતુ તે કામો લોકાર્પણ થયાનાં ગણતરીનાં દિવસો માં જ બિસ્માર બની જતા સમગ્ર કામગીરી શંકાનાં દાયરામાં આવી જવા પામી છે.તેવા સંજોગોમાં હાલ સાંસ્કૃતિક હોલના બાંધકામમાં ઇજારદારે કામગીરી કર્યા વગર પ્રવાસન વિભાગનાં અધિકારીની મીલીભગતમાં એડવાન્સ બીલો મંજુર કર્યા હોવાના ચોંકાવનારી વિગતો જાણવા મળી છે ,ત્યારે સાપુતારા ખાતે હાલ સાંસ્કૃતિક હોલ અને સનરાઇઝ પોઇન્ટ પર બની રહેલ બાંધકામની કામગીરીની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.જોકે સમગ્ર પ્રકરણમાં સ્થાનિક જાગૃત આગેવાને મુખ્યમંત્રીને લેખિત  ફરિયાદ કરી તપાસની માંગ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે..

Back to top button
error: Content is protected !!