AHAVADANG

ડાંગ જિલ્લાના આહવા ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બહેનો માટે ક્રાફ્ટ વર્કશોપ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા ઔધ્યોગિક તાલીમ સંસ્થા ખાતે આજરોજ પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયાના અધ્યક્ષસ્થાને આહવા ITI અને લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્ટ & ટ્રાઇબલ કોર્નરનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત વર્કશોપનો શુંભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતના પગભર બનાવવાનો છે. આ અભિયાનનાં ભાગરૂપે આજે ITI માં અભ્યાસ કરતી બહેનો જે ભણતરની સાથે સ્વરોજગારી મેળવાં પ્રયત્નશીલ બને તેમજ સ્ત્રી સશક્તિકરણ દ્વારા સ્વ ને જાગૃત કરી સ્વદેશીને બળ મળી શકે તે માટેની આ નાનકડી શરૂઆત છે.

આ તાલીમ દ્વારા નારી શક્તિમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો છે, નારીના આત્મવિશ્વાસને મજબૂત કરવા સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સશક્ત પ્રયાસ છે. નારી આર્થિક રીતના સધ્ધર બનશે તો જાતે નિર્ણય લઇ શકશે, સાથે જ આજીવિકા ક્ષેત્રે સ્વાવલંબી બનશે તેમ, પ્રાંત અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. સંસ્થા દ્વારા આયોજીત આ તાલીમમાં બહેનો ક્રાફ્ટની વસ્તુઓ શીખે, તેમજ આદિવાસી સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને લોકો સુધી પહોચાડે તે જરૂરી છે. તે માટે બહેનોને સખી મંડળમાં જોડાવાની પણ અપીલ કરી હતી. બહેનોને સ્વ-સહાય જૂથો મારફતે મહિલાઓને રીવોલ્વિંગ ફંડ, બેંક લોન અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવી આર્થિક સહાય આપવામાં આપવામાં આવે છે. આજની નારી કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી. જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર મહિલાઓને આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રાઇબલ કોર્નરના મેનેજર શ્રીમતી રીનાબેહેને પણ ઉપસ્થિત બહેનોને પ્રોત્સાહિત કરી બહેનો દ્વારા તૈયાર કરાયેલા હસ્તકલા ઉત્પાદનો, ઘરઉદ્યોગના વિવિધ પદાર્થો, પરંપરાગત કળાઓ અને નવીન વ્યવસાયિક વિચારોને તેઓ દ્વારા બળ પૂરૂ પાડવામાં આવે છે. તેમ જણાવી તાલીમ મેળવેલ તમામ મહિલાઓને તેઓ પ્લેટફોર્મ આપશે તેવો બહેનોમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો. આહવા ITI ખાતે યોજાયેલ ક્રાફ્ટ વર્કશોપમાં બહેનોને વિવિધ હસ્તકળાની તાલીમો આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!