AHAVADANG

ડાંગ જિલ્લાના નડગખાદી પ્રા.શાળામાં સી.આર.સી. પિમ્પરી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં નડગખાદી પ્રાથમિક શાળા ખાતે પિમ્પરી કલાસ્ટરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પિમ્પરી કલાસ્ટરની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનીકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો સાથે ભાગ લીધો હતો તથા  કલા ઉત્સવમાં ધોરણ 6 થી 8 ની શાળાના બાળકોએ 4 સ્પર્ધામાં ભાગ લઈ સુંદર પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચીકટિયા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સીતાબેન ભીવસનની પ્રેરક ઉપસ્થિતિમા યોજાયો હતો.આ કાર્યક્રમમા ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લાંબા સમયથી સ્પેશ સ્ટેશનમાં ફસાયેલા ભારતીય મુળની દીકરી એવી વૈજ્ઞાનિક સુનિતા વિલિયમ્સ તથા તેના સાથીઓ સ્ફુશળ પૃથ્વી પર પરત ફરે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સમગ્ર કાર્યક્રમના આયોજક સીઆરસી.કો.ઓ.મુકેશભાઇએ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોનો આભાર વ્યક્ત કરી તાલુકા કક્ષાએ નામ રોશન કરે એવી એવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિકટિયાના આચાર્ય ભાવેશભાઈ ખડકે એ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સ્નેહાબેન પટેલએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!