AHAVADANG

Dang; આહવાનાં મહાલપાડા ખાતે બાઇક પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો,66 હજારનો મુદ્દામાલ જપ્ત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી. કે.ચૌધરીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે,પીપલઘોડી ગામના વિપુલભાઈ અનદભાઈ ગાવિત તેની હોન્ડા યુનીકોન મોટરસાયકલ રજી.. નં.GJ- 30-F-0793 ની ઉપર સવાર થઈને મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂ લઇને ડોન ગામ તરફથી તેના ગામ પિપલઘોડી ગામ તરફ આવે છે. જે બાતમીના આધારે આહવા પોલીસ મથકનાં પી.આઈ.ડી.કે.ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે  મહાલપાડા ગામની બહાર વોચ ગોઠવી હતી.જે દરમિયાન વિપુલ ગાવિત યુનિકોન મોટરસાયકલ લઈને આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે હોન્ડા કંપનીની યુનીકોન મોટરસાયકલ ૨જી.નં. GJ-30-F-0793 ની ઉપર વગર પાસ પરમીટે અને ગેરકાયદેસર રીતે થેલામા વિદેશી દારૂની બાટલીઓ કુલ નંગ-૪૪ જેની કિંમત રૂપિયા ૬,૯૪૦/- નો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૬૬ હજાર તથા દારૂનો જથ્થો એમ મળી કુલ કિંમત રૂપિયા  ૬૬,૯૪૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને આરોપી વિપુલ ગાવિત ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!