વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા નોટીફાઇડ એરિયા કચેરીની બેદરકારી કહો કે લાવરવાહીનાં પગલે એક પ્રવાસી યુવક તળાવમાં ન્હાવા માટે કૂદી પડતા સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ..
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવમાં પ્રવાસીના કૂદી પડવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.સર્પગંગા તળાવમાં ડૂબી જવાની ઘટના ન બને તે માટે રાજય સરકાર દ્વારા બોટિંગની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હોવા છતા, રવિવારે ભારે ભીડ વચ્ચે એક પ્રવાસી ન્હાવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.તેમજ નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારાનાં અધિકારીઓની બેદરકારી પણ સામે આવી છે.સાપુતારા નોટિફાઈડ કચેરીએ સાપુતારાના પ્રવાસન સ્થળોની સુરક્ષા માટે મોટાપાયે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યા હોવાના દાવા કર્યા હતા.પરંતુ આ દાવાઓ હાલમાં ખોટા સાબિત થતા જોવા મળી રહ્યા છે.આજરોજ એક પ્રવાસી તળાવમાં કૂદી પડ્યો ત્યારે નોટિફાઈડ કચેરીના સિક્યુરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ ન કર્યો એવા સવાલ ઉદભવી રહ્યા છે.આ ઘટનાએ એ વાત સ્પષ્ટ કરી આપી છે કે,સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષા નહિવત પ્રમાણમા છે.સર્પગંગા તળાવમાં ઊંડા પાણીમાં કૂદી પડેલો પ્રવાસી બેરોકટોક પણે બહાર નીકળી ગયો હતો.ત્યારે તળાવમાં ડૂબી જવાની ઘટના ગમે ત્યારે બની શકે તેમ છે.આ ઘટના બાદ સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષા માટે કડક પગલા લેવાની માંગ ઉઠી છે.સાપુતારા નોટિફાઈડ કચેરીએ તાત્કાલિક પગલા લઈને તળાવની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવી જોઈએ.આ ઉપરાંત, પ્રવાસીઓને તળાવમાં ન્હાવાથી રોકવા માટે પણ જરૂરી પગલા લેવા જોઈએ.જોકે આ પ્રકારે પ્રવાસી યુવક તળાવમાં કૂદી પડ્યો ત્યારે જવાબદાર કોને ઠરાવવા ? નોટિફાઇડ એરીયા કચેરીના અધિકારીઓ દ્વારા તકેદારીના ભાગરૂપે યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી કે કેમ ? આ ઘટનામાં પ્રવાસી યુવક સાથે કોઈ અઘટીત ઘટના બની હોત તો આખરે જવાબદાર કોને ઠરાવવામાં આવ્યા હોત ? આવા અનેક સવાલ સાથે નોટિફાઇડ એરિયા કચેરીના અધિકારીઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે.તેમજ નોટિફાઇડ એરીયા કચેરીના અધિકારીઓ દ્વારા સાપુતારા ખાતે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવેલ છે જે દાવાઓ તદ્દન પોકળ સાબિત થતા જોવા મળ્યા હતા.કારણકે આ પ્રકારની ઘટના એ તો જાણે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.તેમજ આ વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયામાં પણ વહીવટી તંત્ર સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે. ત્યારે આ ઘટના બાદ નોટિફાઇડ એરીયા કચેરીના અધિકારીઓ દ્વારા તકેદારીના ભાગરૂપે યોગ્ય કામગીરી કરવામાં આવશે કે પછી “ચલતા હૈ ચલને દો” નું વલણ અપનાવવામાં આવશે તે તો આવનાર દિવસોમાં જોવું જ રહ્યુ.ભલે બોટીંગ બંધ હોય પરંતુ પ્રવાસીઓની સુરક્ષામાં જ વહીવટી તંત્ર ચૂક રાખશે તો આવનાર દિવસોમાં પ્રવાસીઓમાં સાપુતારાની ખરાબ છાપ જશે તેની જવાબદારી કોણ લેશે રિઢુ પ્રવાસન વિભાગ કે પછી વહીવટી તંત્ર જે સમય બતાવશે..