વાત્સલ્યમ સમાચાર
ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 1975માં 25મી જૂને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ સરમુખત્યારશાહીનું વલણ અપનાવી મધ્યરાત્રીએ ઇમરજન્સી લાગુ કરી ભાજપાનાં રાષ્ટ્રીય નેતાઓને જેલમાં નાખી દઈ દેશમાં કટોકટી પેદા કરી હતી.25મી જૂને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ મંત્રીમંડળને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનમાની કરી હતી.અને લોકશાહીનું ગળુ ઘુટવાનું ષડયંત્ર કર્યુ હતુ.જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દરવર્ષે 25મી જૂનને કાળો દિવસ લેખાવી વિરોધ પ્રદર્શન કરે છે.ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા પણ ડાંગ સ્વરાજ આશ્રમમાં ભેગા મળી કટોકટી દિવસ અંગે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. અહી ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યુ હતુ કે આ કટોકટીનાં કાળા દિવસને આજે 50 વર્ષ પૂર્ણ થયા છે.1975ની ઘટના એ લોકશાહીની નિર્મમ હત્યા હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં પ્રભારી રાજેશભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય ભાજપા સંગઠન અને ગુજરાત ભાજપ સંગઠનની સુચના મુજબ દર વર્ષે 25મી જૂનનાં દિવસને કાળો દિવસ તરીકે ઉજવવામાં આવે છે.25મી જૂન દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ દિવસ હતો. વડાપ્રધાન ઈન્દીરા ગાંધીનાં શાસનમાં 25મી જુનનાં રોજ દેશવાસીઓએ ઘણુ બધુ સહન કર્યુ હતુ.અગાઉ પણ કૉંગ્રેસની સરકારે દેશમાં દમન કરી લોકશાહીની હત્યા કરી નાખી હતી.હાલમાં 50 વર્ષની તુલનામાં દેશ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ વિકાસ પુરૂષ છે.વડાપ્રધાન મોદીએ જ દેશનો વિકાસ કર્યો છે.તથા વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં આંતકવાદને નાથવા માટે સફળતા મળી છે.જ્યારે ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે 25મી જૂનને કાળો દિવસ ગણાવી કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.તેઓએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની કાયા પલટ કરી છે.જ્યારે કૉંગ્રેસનાં શાશનમાં લોકોને ઘણી તકલીફો વેઠવાની નોબત ઉભી થઇ હતી.જેથી લોકો આ કટોકટી દિવસ અંગે શીખ મેળવે તે જરૂરી છે.આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ,ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત,મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત,સહિત જિલ્લા ભાજપાનાં ચૂંટાયેલ હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.