
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો તથા જિલ્લાઓમાં ગુજરાત ભાજપા પ્રદેશ પાર્ટી દ્વારા જિલ્લા સંગઠન પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે.ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠન પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવીતને રીપીટ કરાયા છે.ગુજરાત ભાજપ પ્રદેશ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવીતનાં નામ પર મ્હોર મારી સત્તાવાર જાહેરાત કરી છે.ત્યારે ડાંગ જિલ્લામાં સંગઠન પ્રમુખ પદની રેસનો અંત આવ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાના મૂળ માળુંગા ગામના વતની એવા કિશોર ગાવીત ભાજપા અને સંઘનાં પાયાનાં કાર્યકર છે.અગાઉ કિશોરભાઈ ગાવીત ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે કામગીરી કરી ચૂક્યા છે તેમજ બે વર્ષથી ડાંગ જિલ્લા ભાજપ સંગઠન પાર્ટી પ્રમુખ તરીકે તેમણે કમાન સંભાળી હતી.ત્યારે તેમની સ્વચ્છ અને પ્રામાણિક છબીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપ પ્રદેશ પાર્ટી દ્વારા તેમને ફરી એક વખત પ્રમુખ પદ સોંપવામાં આવ્યુ છે.બીજી વખત તેમને જિલ્લા સંગઠન પ્રમુખ પદ સોંપવામાં આવતા ડાંગ જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓનો ઉત્સાહ બેવડાયો હતો.તેમજ ડાંગ જિલ્લાની ભાજપ પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે જનકભાઈ બગદાણાવાળા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ચૂંટણી પર્વના ક્લસ્ટર,મધુભાઈ કથરીયા ડાંગ ચૂંટણી અધિકારી,ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન, મહામંત્રીઓમાં હરિરામભાઈ સાંવત,રાજેશભાઈ ગામીત,દિનેશભાઇ ભોયે,ગુજરાત આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન સહિત તાલુકા જિલ્લાનાં ચૂંટાયેલા હોદેદારો તથા ભાજપનાં કાર્યકર્તાઓએ નવનિયુક્ત પ્રમુખ કિશોર ગાવિત ને પુષ્પગુચ્છ આપી તથા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાત ભાજપાનાં શીર્ષ નેતૃત્વએ ડાંગ જિલ્લામાં સંગઠન પ્રમુખ તરીકે કિશોરભાઈ ગાવીતનું નામ રીપીટ કરતા કિશોરભાઈ ગાવીતે ગુજરાત પ્રદેશ ભાજપા પાર્ટીનાં શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે પ્રદેશ ભાજપાએ મારા પર વિશ્વાસ મુક્યો છે.જે વિશ્વાસ પર હું ખરો ઉતરીશ.અને ડાંગ જિલ્લાનાં લોકોને ખરા અર્થમાં વાચા આપીશ..





