AHAVADANG

ડાંગ જિલ્લા બીએસપીનાં આગેવાનોએ વૃધ્ધો,વિકલાંગ,વિધવા,નિરાધારોનાં ન્યાય માટે ધરણા પ્રદર્શન યોજયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વસવાટ કરતી વિધવા બહેનો, દિવ્યાંગો,વૃદ્ધોની વિવિધ માંગણીઓને લઈને બહુજન સમાજ પાર્ટી તથા બી.વી.એફ.સંગઠન દ્વારા તંત્રને અવારનવાર આવેદનપત્ર આપવામાં આવેલ છે.તેમજ ઘણીવાર રિમાઇન્ડર સાથે આવેદનપત્ર આપવામાં આવેલ છે. તેમ છતાં વિધવા બહેનો, દિવ્યાંગો,વૃદ્ધોની માંગણીઓને લઈને કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ મહેશભાઈ આહિરેના આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમની સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ડાંગ જિલ્લામાં વિધવા બહેનો, દિવ્યાંગો તથા વૃદ્ધોને ઘણી ખરી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે તેમને કોઈ સહાય મળે તે હેતુથી ડાંગ બહુજન સમાજ પાર્ટી તથા બીવીએફ સંગઠન દ્વારા અવારનવાર આવેદનપત્ર આપવામાં આવેલ હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા, મહેશભાઈ આહિરેની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો અને ધરણા પ્રદર્શન કર્યું હતું.તેમજ આવેદનપત્ર પાઠવ્યું હતુ.જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,વૃધ્ધ, દિવ્યાંગ અને વિધવા બહેનો માટે સાશન પ્રસાશનને કાનુની સિસ્ટમ વ્યવસ્થાને જાળવીને તેમના  હક્કોની માંગણી કરેલ છે પરંતુ,તંત્રએ ન્યાયની જગ્યાએ ધક્કો આપેલ હોય તેવુ સ્પષ્ટ લાગી રહયુ છે.સાથે વહીવટીતંત્ર દ્વારા આ તમામ મુદ્દાઓને નજર અંદાજ કરવામાં આવે છે. તેવામાં વારંવાર આવેદન પત્ર આપીને પડઝડ પરિવાર માટે તથા  વિકાસના હેતુથી આવેદનપત્ર આપવામાં આવેલ હોય પરંતુ હવે ડાંગ જિલ્લાના વૃધ્ધ, વિધવા અને દિવ્યાંગોને લાગી રહ્યું છે કે,”સાશન પ્રસાશનનાં આંખોમાં અમો ચુબતા હોય તેવી કપટતા  સરકાર મારફતે નજર અંદાજ કરવામાં આવી  રહી હોય તેવુ લાગી રહયુ છે”.તંત્ર દ્વારા વૃધ્ધ, વિધવા અને દિવ્યાંગોના મુદ્દાનાં તત્કાલ જવાબ આપવામાં આવેલ નથી તો હવે પછી કાનુન વ્યવસ્થાને ધ્યાનમાં તો રાખવામાં આવશે અને કચેરીનો ઘેરાવ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે.તેમજ આ આવેદનપત્રને નજર અંદાજ કરવામાં ન આવે તો આવનાર દિવસોમાં અમુદ્દતના ભૂખ – ઉપવાસ કરીને તમામ મુદ્દા ઉપર દ્રઢ સંકલ્પ સાથે વિરોધ નોંધાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતુ.અને આ સમગ્ર મામલે ડાંગ બહુજન સમાજ પાર્ટી તથા બી.વી.એફ. સંગઠન મારફતે વિધવા બહેનો, દિવ્યાંગો તથા વૃદ્ધોની માંગણીઓનાં ન્યાયની ગુહાર સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ડાંગ વલસાડ સાંસદ તથા ડાંગના ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

Back to top button
error: Content is protected !!