
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાંગ જિલ્લામાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લામાં ઠેરઠેર શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેમજ મંદિરોમાં મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા.ભગવાન વિષ્ણુના સાતમા અવતાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે જિલ્લામાં હર્ષોલ્લાસપૂર્ણ માહોલ સર્જાયો હતો.આતશબાજી સાથે ઉજવણીને વધુ ભવ્ય બનાવવામાં આવી હતી. વઘઈ, આહવા, સુબીર સહિતના વિસ્તારોમાં આવેલ મંદિરોમાં આકર્ષક સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો.જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર વિસ્તારોમાં બપોરે 12 વાગ્યે ભજન-કીર્તન અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરોમાં ભગવાન શ્રીરામને ભાવપૂર્વક પારણામાં ઝુલાવવામાં આવ્યા હતા.મહાઆરતીના ઝગમગાટ અને “જય શ્રી રામ”ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ.આ અવસર પર જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ સાથે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વઘઈ ખાતે યોજાયેલ શોભાયાત્રામાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ધર્મેશ પટેલ, પંકજ પટેલ, મયુરભાઈ પટેલ, બીપીનભાઈ રાજપૂત,દીપ્તેશ પટેલ, પ્રકાશભાઈ ચૌધરી, દૌલતભાઈ વૈષ્ણવ, રિતેશભાઈ પટેલ, રાજુ સોહલા, રવિભાઈ સુર્યવંશી, પુનમભાઈ ગોસ્વામી, રોહિત સુરતી, સુભાષભાઈ બારસે સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા..





