વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી સમાજના કેટલાક મુખ્ય પ્રશ્નોને લઈને રાજ્યપાલને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.આદિવાસી સમાજનું અસ્તિત્વ અને અસ્મિતા,જળ,જંગલ, જમીન, ભાષા, સંસ્કૃતિ વગેરેના અધિકારો ટકાવી રાખવા અને તેનો વિકાસ કરવા માટે અને જે તે રાષ્ટ્રને તેની સરકાર દ્વારા આ અધિકારને ધ્યાનમાં રાખીને તેને સુસંગત કાયદા,નિતિનિયમો બનાવવા કરાવવામાં આવેલ છે.તેમ છતા આદિવાસી સમાજને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે.જે બાબતે ૧૩મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિન નિમિતે આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નોને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણીઓ સંતોષવા માટે કલેકટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જેમાં બિન આદીવાસીઓ દ્વારા યેન કેન પ્રકારે આદિવાસી હોવાના ખોટા પ્રમાણપત્રો મેળવી નોકરીઓ મેળવેલ છે,જેના કારણે આદિવાસી યુવાનો ખરેખર નોકરીનાં હકદાર છે તેઓને વંચિત રાખવામાં આવી રહ્યા છે,આદીવાસીઓનાં જાતિના પ્રમાણપત્રો આપવા ડાંગ જિલ્લાની પરિસ્થિતિને આધીન લોકોને સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરવા,ડાંગ જિલ્લામાં લોકોને સ્થાનિક સ્તરે રોજગારી મળી શકે એવા કોઈ પ્રોજેક્ટ નથી જેથી રોજગારી અર્થે બીજા રાજ્યો કે અન્ય જિલ્લાઓમાં કામકાજ માટે સ્થાળાંતરણ કરવુ પડે છે,જેના કારણે આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે,ભારત સરકાર દ્વારા જંગલની જમીન ખેડતા ખેડૂતોને ખેતી કરવા માટે જંગલની જમીન આપવાનો કાયદો અમલમાં છે. તે અંતર્ગત પેન્ડિંગ અરજીઓનો ત્વરિત નિર્ણય લઈ નિકાલ કરવામાં આવે,આદીવાસીઓ મુખ્યત્વે જંગલ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા આવ્યા છે. જ્યાં ખૂબ જ માત્રામાં કુદરતી સંપત્તિઓ છે જેના ઉપર કબજો કરવા માટે વિકાસના નામે સતત નવા નવા પ્રોજેકટો લાવી, જળ જંગલ અને જમીન થી વિમુખ કરવા બાબતે,ડાંગ જિલ્લાની દરેક કચેરીઓમાં પૂર્ણકાલિન, પૂરતો સ્ટાફ પૂરો પાડવા ,ડાંગ જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલ છે.જેનું ખાનગીકરણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તે બંધ કરી સિવિલ હોસ્પિટલ સરકારી જ રહેવી જોઈએ અને પૂરતા પ્રમાણમાં પૂરો સ્ટાફ અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ સાથે ની વ્યવસ્થા કરવામાં આવે,ડાંગ જિલ્લામાં આવેલ બ્લડ બેંક માત્ર નામ પુરતી જ હોય એવું લાગી રહ્યું છે કારણ કે હમણાં પણ બ્લડ લેવા માટે વલસાડ કે બીલીમોરા મોકલવામાં આવે છે જેના કારણે અભણ અને આર્થિક રીતે અક્ષમ એવા આદીવાસીઓ બ્લડ લેવા જઈ શકતા નથી, અને સારવારથી વંચિત રહી જાય છે, જે માટે પૂરતા સગવડ વાળી બ્લડ બેંક શરૂ કરવામાં આવે, આહવા, વઘઈ માં કોલેજ માટે અને હાઈસ્કુલ માટેની હોસ્ટેલમાં સંખ્યા વધારો કરવામાં આવે જેથી દૂરથી આવતા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ મળી રહે વગેરે પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.તેમજ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..