AHAVADANG

ડાંગ જિલ્લો: મહેસૂલી સુધારાઓ અને ડિજિટલ ક્રાંતિનો સમન્વય તમામ પ્રકિયામાં પારદર્શિતા…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સુશાસન (Good Governance) એ પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો. જે તેમની લોકશાહી દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા, લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે. જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે તા. ૨૫ ડિસેમ્બરને ભારતમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.સુશાસનની આ પરંપરાને આગળ ધપાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા દાયકામાં ગુજરાત સરકાર દ્વારા ‘મહેસૂલ વહીવટ’ને વધુ પારદર્શક, ઝડપી અને લોકાભિમુખ બનાવવા માટે જે સુધારાઓ કરવામાં આવ્યા છે, તેની સૌથી સીધી અને સકારાત્મક અસર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ જોવા મળી છે. પ્રજાભિમુખ વહીવટને વરેલા, ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા અને જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લાં એક વર્ષ દરમિયાન મહેસુલી વિભાગ દ્વારા કુલ ૧૭૫૯૭ આવકના દાખલાની અરજીઓ મંજુર કરવામાં આવી છે. જાતી પ્રમાણપત્ર માટે કુલ ૧૧૩૯૮ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. રેશકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવાં, નામમાં સુધારો કરવા વિગેરે બાબતે કુલ ૧૦ હજારથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. વિધવા પ્રમાણ પત્ર માટે કુલ ૫૯૫ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. આમ વારસાઇ પ્રમાણપત્ર, જ્ઞાતી દાખલો, સીનિયર સિટીઝન પ્રમાણપત્ર, અધિનિવાસ પ્રમાણપત્ર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગનું પ્રમાણપત્ર વિગેરે મળી કુલ ૩૩ થી વધુ સેવાઓના ૪૪ હજાર થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે. આ સાથે જ જિલ્લામાં મહેસૂલી સેવાઓનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન થયું છે. જેમાં ડાંગ જિલ્લામાં જમીન સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે હવે લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. AnyROR (Any Records of Rights Anywhere પોર્ટલ દ્વારા ખેડૂતો અને નાગરિકો ૭/૧૨, ૮ અ અને ૬ ના ઉતારા ઓનલાઇન મેળવી શકે છે.  I-ORA (Integrated Online Revenue Applications) પ્લેટફોર્મ એ મહેસૂલી અરજીઓને એક છત્ર નીચે લાવી દીધી છે. ડાંગમાં આ પોર્ટલ દ્વારા જમીન પ્રીમિયમ ભરવા, ખેડૂત પ્રમાણપત્ર મેળવવા, જમીન માપણીની અરજી કરવા જેવી સુવિધાઓનો લાભ ઘરે બેઠા લઈ રહ્યા છે. જિલ્લામાં iORA પોર્ટલ પર જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ સહિત અલગ-અલગ ૧૯  પ્રકારની ૧૪૨ થી વધુ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. I-ORA પોર્ટલ દ્વારા રાજ્યના નાગરિકો સુધી ઝડપી અને પારદર્શક સેવાઓ પહોંચવામાં સરળતા મળી છે. ૭/૧૨ સિવાય, વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી અને જમીન માપણી જેવી ૩૬ થી પણ વધુ મહેસૂલી સેવાઓનો લાભ I-ORA પોર્ટલ દ્વારા ઘેરબેઠાં લઈ શકાય છે. ડાંગ જિલ્લામાં  તા.૦૧/૦૧/૨૦૨૨ થી ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં I-ORA પોર્ટલ ઉપર જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ સહિત અલગ-અલગ  પ્રકારની ૪૬ જેટલી અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. આ ફેસલેસ સર્વિસના કારણે સેવાઓમાં પારદર્શિતા આવી છે અને નિર્ણય પ્રક્રિયા ઝડપી બની છે. આ ઉપરાંત IRCMS (Integrated Revenue Case Management System) પોર્ટલના અસરકારક અમલ દ્વારા જિલ્લાની વિવિધ રેવન્યુ કોર્ટોમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા જમીન સંબંધિત કેસો જે આ વર્ષમાં કુલ ૭૨ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે.  આ ડિજિટલ પ્લેટફોર્મે કેસોની ઓનલાઇન મોનિટરિંગ, ડિજિટલ રેકોર્ડ મેનેજમેન્ટ અને ત્વરિત સુનાવણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી. પરિણામે વહીવટી કાર્યક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો અને કેસોના પેન્ડન્સીનો બોજો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આ સિદ્ધિનો સૌથી મોટો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો છે. જમીન વિવાદોના કારણે વર્ષોથી માનસિક તણાવ, આર્થિક નુકસાન અને કાનૂની ઝંઝટોમાં ફસાયેલા હજારો જમીન માલિકો અને પક્ષકારોને આ કામગીરીએ મુક્તિ આપી છે. ઉલ્લેખનીય છે કે, સુશાસન (Good Governance) ને વરેલાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના તમામ સામાન્ય નાગરિકોને સરકારી સુવિધાઓનો લાભ મળી રહે તે માટે પ્રતિબ્ધધ છે. ગત વર્ષોમાં ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ, જેમાં જમીન રેકોર્ડસના ડિજિટાઇઝેશન, જમીન વ્યવસ્થાપનમાં પારદર્શિતા, અને નાગરિકોને ઝડપી અને સરળ જમીન સેવાઓ સંબંધિત સેવાઓ માટે, રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ એવોર્ડ’ મળવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!