BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અંકલેશ્વરમાં મુલદ ટોલ પ્લાઝાના બેરીકેડ તોડનારા 5 આરોપીઓ ઝડપાયા:પોલીસે 4 ટ્રકચાલક અને એક ટ્રક માલિકનું જાહેર સરઘસ કાઢી માફી મંગાવી

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડીને ભાગી જવાના છેલ્લા 20 દિવસમાં 4 બનાવ બન્યા છે. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા 4 ટ્રકચાલકો અને એક માલિકની ધરપકડ કરી છે.
મુલદ ટોલ પ્લાઝા પર ‘ઠાકરધણી’ લખેલી ટ્રકના ચાલકોએ માફિયાગીરી કરી હતી. એક મહિલા કર્મચારીએ ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલક બેફામ રીતે ટ્રક હંકારીને ભાગી ગયો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના PI વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ આરોપીઓ સામે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સુરતના જેરામ દેવા બોળીયા, વિશાલ સિધ્ધરાજ મીર, વરજાખણ આલા ભરવાડ, રાહુલ દેવા બોળિયા અને રામા નાથા બોળીયાની અટકાયત કરી છે.
પોલીસે આરોપીઓનું જાહેર સરઘસ કાઢી તેમની પાસે માફી મંગાવી હતી. આરોપીઓને ટોલ પ્લાઝા પર લઈ જઈને ટોલકર્મીઓની પણ માફી મંગાવવામાં આવી હતી. પોલીસે ચાર હાઇવા ટ્રક પણ જપ્ત કર્યા છે.

Back to top button
error: Content is protected !!