AHAVADANG

Dang:-વઘઈનાં જામલાપાડા ગામે વઘઈ – સાપુતારા રોડ પર આઇસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત,બે ને ઈજા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાનાં જામલાપાડા ગામે વઘઈ – સાપુતારા રોડ પર આઇસર ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં પાર્ક કરેલ અન્ય એક આઇસર ટેમ્પોને પણ નુકસાન થવા પામ્યુ હતુ.આ આઇસર ટેમ્પો રજી.નં.MH-20- GC-9085ના ચાલકે પોતાના હવાલાનો આઇસર ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વઘઈ સાપુતારા રોડ ઉપર જામલાપાડા ગામની સીમમાં વઘઈ સાપુતારા રોડ પર કાજુ પ્રક્રિયા કેન્દ્ર પાસે રોડ ઉપર સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આઇસર ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા  ત્યાં પાર્કીંગ કરેલ ઉભો આઇસર લ ટેમ્પો ૨જી.નં.GJ-30-T-1786 ને પાછળથી ભટકાવી દેતા, આઇસર ટેમ્પોના પાછળના ભાગે ફાલકાને તથા બોડીને નુકશાન થવા પામ્યુ હતુ.અને આઇસર  ટેમ્પોમાં રહેલ માલસામાનને નુકશાન પહોચ્યુ હતુ.તેમજ અકસ્માત કરનાર આઇસર ટેમ્પોના ચાલકને  નાની મોટી ઈજા તથા કંડકટરના બન્ને પગમા ગંભીર ઇજા પહોંચી હતી.આ અકસ્માતને લઈ વઘઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.હાલમાં વઘઈ પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!