AHAVADANG

Dang: સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહમાં પાંચ શ્વાન સહિત બે ઘોડા ઉપર દીપડાનો હુમલો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં એક સપ્તાહમાં જ ત્રણ શ્વાન સહિત બે ઘોડા ઉપર દીપડાએ હુમલો કરી શિકાર કર્યો છે.જ્યારે શામગહાન ગામે સેંટ ઝેવિયર્સ સ્કૂલનાં કંપાઉન્ડમાં પાળતુ સ્વાનનો શિકાર કરતા ભયનો માહોલ સર્જાયો છે. ચોમાસામાં દીપડાઓને જંગલોમાં શિકાર ન મળતા ગામડાઓ તરફ વળી રહ્યા છે.ગઈ કાલે રાત્રીનાં અરસામાં દીપડાએ સાપુતારાનાં હેલિપેડ વિસ્તારમાં એક બિનવારસી ઘોડા ઉપર હુમલો કર્યો હતો.ડાંગ જિલ્લાનું ગિરિમથક ગણાતુ સાપુતારા પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે.ખાસ કરીને શનિ અને રવિની રજામાં તો પ્રવાસીઓની ભીડ ઊમટી પડે છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે.ત્યારે ગેસ્ટ હાઉસ અને હોટલોમાં જે રીતે બુકિંગ થઈ રહ્યાં છે એ જોતાં સાપુતારાના ધંધા-રોજગારની ગાડી પાટે ચડી ગઈ છે એવું પ્રતીત થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી એક દીપડાએ પણ સાપુતારામાં આંટાફેરા મારવાનું ચાલુ કરી દેતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં ચોમાસાને કારણે જંગલ વિસ્તારમાં શિકાર ન મળતાં વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જે માનવજાત માટે જોખમી છે.હાલમાં સાપુતારામાં રોજગારનો માહોલ બન્યો છે ત્યારે જ છેલ્લા એક અઠવાડિયામાં દીપડો પશુઓને શિકાર બનાવી રહ્યો છે. સાપુતારાના હેલિપેડ વિસ્તારમાં એક સપ્તાહમાં જ ત્રણ શ્વાન સહિત બે ઘોડાનો દીપડાએ શિકાર કર્યો છે.વર્ષોથી આ વિસ્તારમાં દીપડાની ગતિવિધિ ન હતી. પરંતુ છેલ્લાં પાંચથી સાત વર્ષમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે.બુધવારે રાત્રે હેલિપેડ વિસ્તારમાં એક બિનવારસી ઘોડા ઉપર હુમલો કર્યો હતો. અગાઉ પણ અહીં વાછરડા અને કૂતરાના શિકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે સાપુતારા સહિત નવાગામ વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.જ્યારે થોડા દિવસ પહેલા રાત્રીનાં અરસામાં શામગહાન ગામ ખાતે આવેલ સેંટ ઝેવિયર્સ સ્કૂલનાં કમ્પાઉન્ડ ખુંખાર દીપડાએ ઘુસી જઈ એક સ્વાનનો શિકાર કરી બીજા સ્વાનને ઘાયલ કર્યો હતો.જે દીપડાનાં હુમલાનાં પગલે સાપુતારા સહિત શામગહાન પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે દક્ષિણ વન વિભાગ દીપડાને પાંજરે પુરી અન્યત્ર ખસેડે તેવી માંગ ઉઠવા પામી છે..સાપુતારામાં ઘોડાઓને છૂટા મૂકનારા બેલગામ માલિકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ.સાપુતારામાં ધંધા-રોજગાર અર્થે ઘણીવાર પરપ્રાંતમાંથી પણ લોકો આવીને રોજગારી મેળવે છે.  મહારાષ્ટ્રમાંથી કેટલાક લોકો ટેબલ પોઈન્ટ ઉપર ઘોડે સવારી કરાવી રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ ઘણીવાર વતન જવાનું થાય તો ઘોડા છૂટા મૂકીને જતા રહે છે અને આવા ઘોડાઓ જંગલોમાં છૂટા મૂકી દેવાય છે. જેને કારણે સ્થાનિક ધંધા-રોજગાર કરનારાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.બોક્ષ:-(2)આ બાબતે શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ જણાવ્યુ હતુ કે સાપુતારા અને શામગહાન વિસ્તારમાં દીપડાનાં પશુઓ પર હુમલા થયાની બાબત ધ્યાનમાં આવી છે.અમોએ હાલમાં શામગહાન વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દીધુ છે.તથા સાપુતારા ખાતે પણ બે પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!