BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર હનુમાન ટેકરી ગણેશ યુવક મંડળ તરફથી સુવર્ણભૂમિ ખાતે જાદુગર વિશ્વાનો ભવ્ય જાદુ શો યોજાયો
29 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર હનુમાન ટેકરી ગણેશ યુવક મંડળ તરફથી સુવર્ણભૂમિ ખાતે જાદુગર વિશ્વાનો ભવ્ય જાદુ શો યોજાયો.પાલનપુર ખાતે આવેલા હનુમાન ટેકરી શ્રી ગણેશ યુવક મંડળ તરફથી જાદુગર વિશ્વાનો અંધશ્રદ્ધા નિર્મૂલન, જનજાગૃતિ તેમજ મનોરંજનના હેતુ માટેનો ભવ્ય જાદુનો શો યોજવામાં આવ્યો હતો .આ આ પ્રસંગે મંડળના પ્રમુખશ્રી તથા કમિટી દ્વારા જાદુગર ટીમના સભ્યો નું મોમેન્ટો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું તેમજ આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.