AHAVADANG

નવરાત્રી ઉત્સવ દરમ્યાન મહિલાઓની સુરક્ષા માટે ડાંગની વઘઈ પોલીસની “શી” ટીમ સજ્જ બની..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં નવરાત્રી પર્વ નિમિત્તે ઠેર ઠેર ગરબાઓનું આયોજન કરવા આવેલ છે.ત્યારે વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ.એમ.એસ.રાજપૂતનાં માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ મથકની “શી”ટીમ મહિલાઓની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગઈ છે.”સાવચેતી આપની અને સુરક્ષા અમારી”ના સૂત્ર સાથે ડાંગ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.વધુમાં ડાંગ જિલ્લાનાં ગરબાનાં મેદાનો પર પોલીસની ચાંપતી નજર રહેશે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને બનતા અટકાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં ડાંગ જિલ્લામાં મહિલાઓને કોઈપણ પ્રકારની પરેશાની થાય તો તરત જ ડાંગ જિલ્લા પોલીસ વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!