AHAVADANG

ડાંગમાં ચૂંટણી હવે જામશે : 174 ફોર્મ માન્ય, 81 અમાન્ય; 15 એપ્રિલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. તા. 13 એપ્રિલે નામાંકન ફોર્મની ચકાસણી દરમિયાન જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 255 ફોર્મમાંથી 174 ફોર્મ માન્ય ઠર્યા જ્યારે 81 ફોર્મ અમાન્ય જાહેર થયા છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે 87 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતાં. જેમાંથી 55 ફોર્મ માન્ય ગણાયા છે જ્યારે 32 ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

તે જ રીતે, ત્રણેય તાલુકા પંચાયતોની કુલ 48 બેઠકો માટે 168 ફોર્મ ભરાયા હતાં. જેમાંથી 119 ફોર્મ માન્ય અને 49 ફોર્મ અમાન્ય ઠર્યા છે. તાલુકાવાર જોવામાં આવે તો:

આહવા તાલુકામાં 45માંથી 35 ફોર્મ માન્ય અને 10 અમાન્ય

વઘઈ તાલુકામાં 55માંથી 40 ફોર્મ માન્ય અને 15 અમાન્ય

સુબીર તાલુકામાં 68માંથી 44 ફોર્મ માન્ય અને 24 અમાન્ય જાહેર થયા છે

ઉલ્લેખનીય છે કે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 થી 11 એપ્રિલ દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી અને 13 એપ્રિલે તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

હવે તમામની નજર 15 એપ્રિલ પર છે, કારણ કે તે દિવસે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અંતિમ રીતે કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે સ્પષ્ટ થશે, જેનાથી ચૂંટણીનો અસલી જંગ કઈ રીતે જામશે તેનો અંદાજ આવશે.

Back to top button
error: Content is protected !!