
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર એમ. નાગરાજનના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, જમીન સંપાદન અને વરસાદી પાણીના નિકાલ સહિતના કુલ ૬૩ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર એસ. સી. સાવલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ.એમ.ચાવડા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/ કર્મચારીશઓ હાજર રહ્યા હતા.



