AHAVADANG

ડાંગ જિલ્લાનાં સાપુતારા-વઘઇ માર્ગનાં બે સ્થળોએ પાંચ વાહનો અથડાતા અકસ્માત સર્જાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વઘઇ તરફથી છાણીયા ખાતરનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ ટ્રક.ન.એમ.એચ.18.બી.જી.0986 જેનુ વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીકનાં કુંડા ફાટક પાસે અચાનક ટાયર ફાટતા સામેથી આવી રહેલ મહિન્દ્રા પિકઅપ ગાડી.ન.એમ.એચ.14 ટીસીને અડફેટમાં લઈ ધડાકેભેર ભટકાઈ હતી.અહી સ્થળ પર નવી નકોર મહિન્દ્રા પિકઅપ ગાડીની પાછળ અન્ય પિકઅપ ગાડી.ન.જી.જે.15.વાય.વાય.5420 તથા મહિન્દ્રા જીપ.ન.જી.જે.15.સી.7449 પણ આવતી હોય જેથી એક જ સ્થળે  ચાર જેટલા વાહનો એકબીજા સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અહી સ્થળ પર નવી નકોર મહિન્દ્રા પિકઅપ ગાડીને જંગી નુકસાન થયુ હતુ.આ બનાવમાં નવી નકોર મહિન્દ્રા પિકઅપ ગાડીનાં ચાલકને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની સાકરપાતળ પી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અહી ત્રણ જેટલા વાહનોનાં ચાલક સહીત પેસેન્જરોનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજરોજ મહારાષ્ટ્રનાં પુણે તરફથી ડિઝાઇન પેપરનાં જથ્થાનો માલસામાન ભરી રાજકોટ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.38.ટી.8087 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્થળ પર આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.આ બન્ને બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!