ડાંગ જિલ્લામાં ઇકોસેન્સેટીવ ઝોનને લઈને હવે પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો..
MADAN VAISHNAVOctober 4, 2024Last Updated: October 4, 2024
7 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લો એ જંગલથી ઘેરાયેલ વિસ્તાર છે.ત્યારે ડાંગ જિલ્લાનાં અમુક ગામોને ઇકોસેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવેલ છે.તેવામાં જાહેર કરેલ આ ઇકોસેન્સેટીવ ઝોનમાં લોકોને ફાયદા કરતા વધુ નુકસાન થાય તેની શક્યતા જોવા મળી રહે છે.તેવા આક્ષેપ સાથે પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ડાંગ જિલ્લા ભાજપાનાં કદાવર નેતા મંગળભાઈ ગાવીત દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લો એ જંગલ વિસ્તાર અને પ્રકૃતિક સૌંદર્ય માટે ખૂબ જ જાણીતો છે.ડાંગ જિલ્લામાં 80% વન વિસ્તારમાં 64 ગામને ઇકોસેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવેલ છે.જેને લઈને પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે.હાલમાં ફોરેસ્ટ રક્ષિત જંગલો છે તેમાંથી રેતી,વૃક્ષ, પથ્થર કે અન્ય કોઈપણ ઉપજ લેવી હોય તો તે માટે હવેથી કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે એવી જોગવાઈ ઇકોસેન્સેટીવ ઝોન માટે કરવામાં આવેલ છે.ત્યારે આ પ્રક્રિયાથી લોકોને હેરાનગતી થાય તેમ છે.સરકાર દ્વારા ઇકોસેન્સેટીવ ઝોન અંગે ઠરાવ કરવામાં આવેલ છે.જેથી ડાંગ જિલ્લાનાં 64 ગામના લોકો ભયભીત થઈ રહ્યા છે.આ પરિવર્તનથી તેમને લાભ થશે કે ગેરલાભ થશે તે પ્રશ્ન તમામ ગ્રામજનોને સતાવી રહ્યો છે.ત્યારે આ મામલે પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,સરકાર દ્વારા ઇકોસેન્સેટીવ ઝોન અંગે ઠરાવ કરવામાં આવેલ છે.ત્યારે તેમાં જોગવાઈ કરેલ છે કે ફોરેસ્ટ રક્ષિત જંગલો છે.તેમાંથી રેતી,વૃક્ષ, પથ્થર કે અન્ય કોઈપણ ઉપજ લેવી હોય તો તે માટે હવેથી કેન્દ્ર સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે.જોકે આ પ્રકારની પ્રક્રિયાથી આદિવાસી લોકોએ હેરાન પરેશાન થવુ પડે તેમ છે.તેમજ ઇકોસેન્સેટીવ ઝોનમાં ડીજે નો કે એવો અન્ય કોઈ પણ ઘોઘાટ કરી શકાય નહી તો નવરાત્રી દરમિયાન ડીજેના તાલે ખેલૈયા કઈ રીતે ઝુમશે.તેમજ સરકાર દ્વારા ઇન્દિરા આવાસ, પ્રધાનમંત્રી આવાસ,બોર્ડર વિલેજ આવાસ વગેરે યોજના હેઠળ આવાસ આપવામાં આવે છે.જેમાં 1.20 લાખ જેટલી રકમ આવાસ હેઠળ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.જોકે આટલી રકમમાં અન્ય જિલ્લામાંથી રેતી કઈ રીતે મંગાવવી અને કઈ રીતે આવાસ બનાવવુ તે પણ પ્રશ્ન ઉદ્ભવશે તેમ છે.જેથી તમામ ગ્રામજનો આ ઇકોસેન્સેટીવ ઝોનને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.આ ઇકોસેન્સેટીવ ઝોનનો ઠરાવ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.સાથે જરૂર પડે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
«
Prev
1
/
105
Next
»
ભાવનગરમાં ચાલી રહેલી SIT ની તપાસમાં એક મોટો વળાંક આવ્યો
પ્રજા હિતના અધિકારી એટલે H.T.Makwana @h_t_makwana_dy_collector
SOU કેવડિયામાં મોટી સંખ્યામાં કર્મચારીઓનાં ધરણાં, AAP ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા
«
Prev
1
/
105
Next
»
MADAN VAISHNAVOctober 4, 2024Last Updated: October 4, 2024