વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સંસ્કૃતિધામ વાસૂર્ણા ખાતે લાયન્સ ક્લબ વલસાડ, તિથલ રોડ અને આર.એમ.ડી.આયુર્વેદિક હોસ્પિટલ વાગલધરાનાં સહયોગથી આઈ ચેકઅપ કેમ્પ અને ચશ્માનું વિતરણ વિનામૂલ્યે રાખવામાં આવ્યુ હતુ.અહી ધનસુખભાઈએ કાર્યક્રમની શરૂઆત બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી તથા મહેમાનોના હસ્તે દીપ પ્રજ્વલન કરાવ્યુ હતુ. અને પૂજ્ય દીદીના આશીર્વચન દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી.
આ કાર્યક્રમમાં 110 લાભાર્થીઓની તપાસ થઈ હતી અને ચશ્મા વિતરણ પણ કરવામાં આવ્યા હતા.તેમજ 30 જેટલા નાના બાળકોની પણ તપાસ કરવામાં આવી હતી.અને 9 મોતિયા બિંદના ઓપરેશન પણ લેવામાં આવ્યા છે.આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબનાં પ્રમુખ ડૉ.યોગેશભાઈ દેસાઈ, મંત્રી સંજીવભાઈ વાછાણી,ખજાનચી પાલેજભાઈ ખમાર, વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર હેમલભાઈ તથા ઝોન ચેર પર્સન ફાલ્ગુની ખમાર સાથે લગભગ 10 લાયનો તથા 14 ડોકટરની ટીમ સાથે સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા તેજસ્વીની સંસ્કૃતિધામ પરિવાર,ધનસુખભાઈ બંટી ભાઈ,મોહન, અશ્વિન, જીતુ ભાઇ એ જહેમત ઉઠાવી હતી.અહી આય કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવતા ગામના તથા આસપાસના લોકોએ આ કામગીરીને બિરદાવી હતી અને તેની સરાહના કરી હતી..