ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લાની અનાથ દીકરીઓને લગ્ન સહાય દરેક દીકરી ને 2 લાખ ની સહાય.

આણંદ જિલ્લાની અનાથ દીકરીઓને લગ્ન સહાય દરેક દીકરી ને 2 લાખ ની સહાય.

તાહિર મેમણ – આણંદ – 28/04/2025 – સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગે મહત્વપૂર્ણ પહેલ કરી છે. 1 એપ્રિલ 2024થી પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ અનાથ દીકરીઓ માટે લગ્ન સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરની અનાથ દીકરીઓને લગ્ન સહાય તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ માટે દીકરીના લગ્ન 21 વર્ષથી મોટી ઉંમરના યુવક સાથે થયેલા હોવા જોઈએ.

આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે વર્ષ 2024-25 દરમિયાન 10 એવી દીકરીઓની ઓળખ કરી છે. આ તમામ દીકરીઓ પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવી ચૂકી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ દરેક દીકરીના ઘરની રૂબરૂ મુલાકાત લીધી છે. તેમણે લગ્નની નોંધણીના દાખલા, ઓળખના પુરાવા, જન્મ તારીખના પુરાવા અને લગ્નના ફોટોગ્રાફ્સની ચકાસણી કરી છે.

આ તમામ પ્રક્રિયા બાદ 10 દીકરીઓને કુલ 20 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. દરેક દીકરીને 2 લાખ રૂપિયાની સહાય DBT મારફતે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.પી.ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ આર્થિક સહાય દીકરીઓના ભવિષ્યના નાણાકીય આયોજનમાં મદદરૂપ થશે.

Back to top button
error: Content is protected !!