AHAVADANG

ડાંગ: સાકરપાતળ ગામ નજીક રાજય ધોરીમાર્ગમાં લોખંડની ગેન્ટ્રી મુકાતા ભારે વાહનો સંપૂર્ણપણે બંધ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા-વઘઇ માર્ગ પર આવેલ સાકરપાતળ ગામ નજીકનો નંદીનાં ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ,વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ..

ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત મહારાષ્ટ્ર રાજ્યને જોડતો વઘઇ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ પરનો સાકરપાતળ ખાતેનો નંદીના ઉતારા બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.આ બ્રિજની હાલત જર્જરિત હોવાથી લોકોની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ પગલાથી હવે સાપુતારા-વઘઈ માર્ગ પરથી વધુ ઊંચાઈ ધરાવતા ટ્રક અને લકઝરી બસ જેવા ભારે વાહનો પસાર થઈ શકશે નહીં.વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, સાકરપાતળ બ્રિજ પરથી હવે માત્ર કાર અને અન્ય નાના વાહનોને જ આગળ જવાની પરવાનગી આપવામાં આવશે.આ નિયમનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે,અહી ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગ વિભાગ દ્વારા પુલ નજીક લોખંડની ગેન્ટ્રી પણ લગાવવામાં આવી છે.સાથે સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.જેથી બ્રિજની સલામતી સુનિશ્ચિત કરી શકાય.જે વાહનચાલકોએ સાપુતારા તરફ જવાનું હોય અને જેમના વાહનો ભારે છે, તેમને હવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે.જેમાં લકઝરી બસો વઘઇ-આહવા થઈ સાપુતારા આવી શકે છે.આ વૈકલ્પિક માર્ગ થોડો લાંબો છે, પરંતુ તે ભારે વાહનો માટે સુરક્ષિત છે.વાહનચાલકોને સૂચવવામાં આવે છે કે તેઓ રસ્તા પર મૂકવામાં આવેલા સૂચનાનાં બોર્ડનું પાલન કરે અને  માર્ગદર્શિકાનું અનુસરણ કરે.આ પગલાથી અકસ્માત ટાળી શકાશે અને ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહેશે તેવુ જાણવા મળી રહ્યુ છે..

Back to top button
error: Content is protected !!