AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પરંપરાગત રીતે ઠેર ઠેર હોળીકા દહન કરવામાં આવ્યુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આદિવાસી જનજીવન દ્વારા પરંપરાગત પૂજા અર્ચના કરી હોળીકા દહન કરાયુ…

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હર્ષોલ્લાસ પૂર્વક હોળીકા દહન કાર્યક્રમ યોજાયો હતો.ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં  ધાર્મિક પરંપરા મુજબ હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાના 311 જેટલા ગામોમાં ઉત્સાહભેર હોળી પ્રગટાવી અસત્ય ઉપર સત્યની જીતની ઉજવણી કરવામાં આવી હતી.હોળીનો પર્વ એ અસત્ય ઉપર સત્યની જીતની ઉજવણીના ભાગરૂપે ઉજવાય છે.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા,સુબીર,વઘઈ , સાપુતારા સહિત 311 ગામોમાં ઠેર ઠેર હોળીકા દહન કરવામાં આવ્યુ હતુ.હોળીનાં સ્થળે પરંપરાગત રીતે પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ, નગારાનાં નાદ સાથે હોળી પ્રગટાવવામા આવી હતી.ડાંગનાં આદિવાસી જનજીવન દ્વારા હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતા.અને હોળીમાં શ્રીફળ, ધાણી, ખજુર સહિત ધાન્યનો નેવેધ હોમી હોળી બાઈ તું હોળી વ સદા સીમગા ખેળુનાં ગીતોનાં નાદો સાથે હોળીકાની પ્રદક્ષિણા કરવામા આવી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વિવિધ મંડળો અને ગ્રુપ દ્વારા હોળીકા દહનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.અને પરંપરાગત રીતે હોલિકા દહનમાં ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ – ચોખા વધાવી પૂજા વિધિ કરવામાં આવી હતી. તેમજ પરંપરાગત રીતે હોળીકા દહનમાં લાકડા, કપૂર, ગોમૂત્રથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ડાંગ જિલ્લામાં હોળીકા દહનનું વિશેષ મહત્વ છે. અહીંના આદિવાસી લોકો હોળીને પરંપરાગત રીતે ઉજવે છે. હોળીકા દહન દરમિયાન તેઓ લોકનૃત્યો અને લોકગીતો પણ  રજૂ કરતા હોય છે. આ તહેવાર ડાંગ જિલ્લામાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ લઈને આવે છે.ત્યારે તમામ લોકોએ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી સારા સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હોળીકા દહન પર્વની ઉજવણી કરી હતી..

Back to top button
error: Content is protected !!