AHAVADANG

સાપુતારા માર્ગના ગીરાધોધ આંબાપાડા નજીક આઈસર ટેમ્પો ખાડામાં ખાબક્યો.બીજા બનાવમાં આઈસર ટેમ્પો પલટયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં ગીરાધોધ આંબાપાડા નજીક આઈસર ટેમ્પો ખાડામાં ખાબક્યો.જ્યારે બીજા બનાવમાં સાકરપાતળ નજીક કપાસનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો પલ્ટી મારી જતા ડબલ અકસ્માત સર્જાયા..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ આણંદથી મશીનરી સામાનનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.23.એ. ડબ્લ્યુ.1615 જે વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં ગીરાધોધ આંબાપાડા ફાટક નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ આઈસર ટેમ્પો માર્ગની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાનાં બોનેટનાં ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.તેમજ મશનરી સામાનને પણ નુકસાન થયુ હતુ. આ બનાવમાં ચાલક અને ક્લીનરને ઈજાઓ પોહચતા તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની વઘઇ રેફરલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા બનાવમાં આજરોજ મહારાષ્ટ્રનાં સંગમનેરથી કપાસનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.24.એક્સ.3665 જે પણ સાપુતારાથી વઘઇને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં સાકરપાતળ નજીક રિવર્સમાં આવી પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..

Back to top button
error: Content is protected !!