વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીક સ્વીફ્ટ કાર એંગલ પર ચડી ગઈ,જ્યારે બીજા બનાવમાં આંબાપાડા પાસે ટેમ્પો પલ્ટી મારી ગયો..
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સાપુતારા તરફથી વઘઇ તરફ જઈ રહેલ મારૂતિ સ્વિફ્ટ કાર જે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા પુરઝડપે હંકારી સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં આવેલ લોખંડની એંગલ પર ચડી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે કારમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે. જ્યારે બીજા બનાવમાં કલવણ તરફથી બોયલર મરઘાનો જથ્થો ભરી વાંસદા તરફ જઈ રહેલ ટેમ્પો જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતરરાજય ધોરીમાર્ગનાં આંબાપાડા ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટેમ્પો પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં ટેમ્પોને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે