AHAVADANG

ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૯.૬૭ મી.મી વરસાદ: વરસાદને કારણે સવારના ૮ વાગ્યાની સ્થિતિએ કુલ ૨૯ જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા

વાત્સલ્યમ્ સમાચાર 

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં તારીખ ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ ને મંગળવારના રોજ સવારના છ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન જિલ્લામા સરેરાશ ૬૯.૬૭ મી.મી.વરસાદ નોંધાયો છે.

જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન આહવા તાલુકામા ૧૧૭ મી.મી (મોસમનો કુલ ૨૩૮૯ મી.મી), વઘઇમા ૩૨ મી.મી (મોસમનો કુલ ૨૧૯૭ મી.મી), સુબીરમા ૬૦ મી.મી (મોસમનો કુલ ૨૧૧૧ મી.મી), મળી જિલ્લામા સરેરાશ ૬૯.૬૭ મી.મી (મોસમનો કુલ ૨૨૩૨.૩૩ મી.મી) વરસાદ નોંધાયો છે.

દરમિયાન આ લખાય છે ત્યાં સુધી, એટલે કે આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના કુલ ૨૯ જેટલા ગ્રામ્ય માર્ગો, વરસાદી પાણીને લઈ, અવરોધાયા છે. જેમાં સુબિર તાલુકાના (૧) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, (૨) હીંદળાથી ધુડા રોડ, આહવા તાલુકા (૧) બોરખલ ગાયખાસ ચવડવેલ રોડ, (૨) ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ, (૩) બારીપાડા ચિરાપાડા રોડ, (૪) ટાંકલીપાડા લહાનદભાસ મોટીદભાસ રોડ, ગલકુંડ પાયરપાડા જામદર રોડ, સહિત વઘઇ તાલુકાના (૧) માછળી ખાતળ રોડ – 1, (૨) માછળી ખાતળ રોડ – 2, (૩) માછળી ચિખલા દિવડયાવન રોડ, (૪) કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, (૫) ભેંસકાત્રી મેઇન રોડ ટુ આસરીયા ફળિયા રોડ (જુનો રોડ), (૬) બાજ મેઇન રોડ ટૂ મલિન રોડ, (૭) વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેંડમાળ રોડ, (૮) ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, (૯) મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, (૧૦) દોડીપાડા બરડા રોડ, (૧૧) દોડીપાડા ચિકાર ફળિયા રોડ, (૧૨) માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, (૧૩) દોડીપાડા બરડા રોડ, (૧૪) દગુનીયા વી.એ. રોડ, (૧૫) ચિખલદા વી.એ. રોડ, (૧૬) ઘોડવહળ વી.એ. રોડ, (૧૭) આહેરડી બોરદહાડ રોડ, (૧૮)બાજ વી.એ. રોડ,(૧૯) આહેરડી નડગચોંડ રોડ, (૨૦) સુસરદા વી.એ. રોડ, (૨૧) ભદરપાડા ચિચોંડ રોડ, (૨૨) ઘાંગડી કાનાત ફળિયા રોડ જે ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.

જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!