
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં બે દિવસ પૂર્વે અનરાધાર વરસાદ ખાબકતા ઠેર ઠેર ખાનાખરાબી સર્જાવા પામી છે.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં કારણે ક્યાંક કોઝવેકમ પુલો તો ક્યાંક નાળાઓનું ધોવાણ થયુ છે.જ્યારે ગતરોજથી સતત બે દિવસ સુધી ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા પ્રભાવિત થયેલ જનજીવન ફરી રાબેતા મુજબ ધબકતુ થયુ છે.ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા રોદ્ર સ્વરૂપમાં વહી રહેલ નદી,નાળા અને વહેળાઓનાં વહેણ ધીમા પડ્યા છે.ડાંગ જિલ્લાનાં વઘઇનો ગીરાધોધ અને ગિરમાળનો ગીરાધોધ હાલમાં સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ડાંગ જિલ્લામાં વરસાદની ધાર ધીમી પડતા નીચાણવાળા કોઝવેકમ પુલો પરથી પાણી ઓસરી જતા આજરોજથી તમામ માર્ગો યાતાયાત માટે શરૂ થયા છે, ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સુબિર પંથકમાં 15 મિમી,વઘઇ પંથકમાં 21 મિમી,સાપુતારા 22 મિમી,જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 23 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.




