GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

વડધ્રા ગામે મુળી થાનગઢ તાલુકાના ખેડૂતોની જાહેરસભા યોજાઈ.

તા.25/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સૌની યોજનાથી પાણી ખેડૂતોને બંધ કરવામાં આવતા લડતના મંડાણ

વડધ્રા ગામે ખેડૂત સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બિન રાજકીય ખેડૂત સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુભાઈ કરપડા સહિત પંદર ખેડૂત આગેવાનોએ સભાને સંબોધન કરેલ હતું છેલ્લા દોઢ મહિના થી ખેડૂતોને પાણી સૌની યોજનામાંથી છોડવામાં આવેલ હોય અને તળાવો ચેકડેમ ભરી આપવામાં આવેલા ત્યારે ખેડૂતોએ રવિપાકનું વાવેતર કરેલ હોય ત્યારે છેલ્લા પંદર દિવસથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતો નો પાક મોઢે કોળીયો આવેલો છીનવાય જાય તેવી પરિસ્થિતિ ઉભી થ‌ઈ છે ત્યારે ખેડૂતોએ લડત માટે રણનીતિ ઘડવા માટે આ સંમેલન બોલાવી શક્તિ પ્રદર્શન કરેલ હોય તેવી રીતે તમામ ગામો જેમ કે આશરે ૨૦ ગામોમાંથી હાજર રહ્યા હતા જેમાં રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે રાજકીય ઈશારે આ પાણી બંધ કરવામાં આવેલ છે તો આપણે સંગઠન તાકાત બતાવી લડત લડવી પડશે તેમ જણાવ્યું હતું કીશોરભાઈ સોળમીયા એ પણ પાણી લ‌ઈને જ જંપીશ તેવી હાકલ કરી હતી આ પાણી રાજકીય ઈશારે જ બંધ કરવામાં આવેલ છે, ગણપત પટેલે આ બાબતે અમોએ સુરેન્દ્રનગર જિલ્લા સૌની યોજના કચેરી ખાતે રજુઆત કરવામાં ખેડૂતો ઉમટી પડયા હતા ત્યારે અધિકારી દ્વારા વાલ્વ ખોલવામાં આવેલ હતો પરંતુ બે કલાકમાં જ ગાંધીનગર થી ફોન આવતા બંધ કરવાની ફરજ અધિકારીને પડી હતી ત્યારે ખેડૂત સમાજમાં ઘેરા પડઘા પડયા છે અને ધારાસભ્ય સ્થાનિક નેતાઓ ખેડૂત વિરોધીની છાપ ઉભી થવા પામી છે ખેડૂત સંમેલનમાં ભંગાણ પાડવા સ્થાનિક ભાજપ આગેવાન દ્વારા કરાયા પ્રયાસ ખેડૂતોના સંમેલન માં અફડાતફડી થાય એ માટે સ્થાનિક આગેવાનો દિવસથી જ મહેનતમાં લાગી ગયા હતા અને ભાજપ કાર્યકરને વિરોધ કરવા ધકેલી દેવામાં આવેલા હોય ત્યારે ખેડૂત એકતાની સામે વિલામોઢે પરત ફરવું પડેલ હોય નાલેશીભર્યા પરત ડગલા ભરવાનો સમય આ ખેડૂતો સામે આવેલ હોય અને પાણી બંધ કરાવવામાં કોનો હાથ છે તે ખેડૂતોને નરી આખે જોવા મળતા સ્થાનિક નેતાઓ ઉપર ફીટકાર વરસાવતા ખેડૂતો જોવા મળેલ હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!