AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પરંપરાગત રીતે ઠેર ઠેર હોળીકા દહન કરવામા આવ્યુ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ઠેર ઠેર હોળી પ્રગટાવી ધાર્મિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના 311 જેટલા ગામોમાં ઉત્સાહભેર હોળી પ્રગટાવી અસત્ય ઉપર સત્યની જીતની ઉજવણી કરવામાં આવી હતી.હોળીનો પર્વ એ અસત્ય ઉપર સત્યની જીતની ઉજવણીના ભાગરૂપે ઉજવાય છે. ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા,સુબીર,વઘઈ ,સાપુતારા સહિત 311 ગામોમાં ઠેર ઠેર હોળીકા દહન કરવામાં આવ્યુ હતુ.શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોળીકા દહન કરવામા આવ્યુ હતુ.રાત્રીનાં અરસામાં  ઢોલ, નગારા તેમજ બેન્ડવાજાના નાદ સાથે હોળી પ્રગટાવવામા આવી હતી.લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી દર્શન કર્યા હતા. શ્રીફળ, ધાણી, ખજુર હોળીમા હોમી નાના બાળકોને પણ પ્રદક્ષિણા કરવામા આવી હતી. વિવિધ મંડળો અને ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં હોળીકા દહનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.અને પરંપરાગત રીતે હોલિકા દહનમાં ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ – ચોખા વધાવી પૂજા વિધિ કરવામાં આવી હતી. તેમજ પરંપરાગત રીતે હોળીકા દહનમાં લાકડા, કપૂર, ગાયના મળ -મૂત્રથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ ડાંગ જિલ્લામાં હોળીકા દહનનું વિશેષ મહત્વ છે. અહીંના આદિવાસી લોકો હોળીને પરંપરાગત રીતે ઉજવે છે. હોળીકા દહન દરમિયાન તેઓ લોકનૃત્યો અને લોકગીતો પણ  રજૂ કરતા હોય છે. આ તહેવાર ડાંગ જિલ્લામાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ લઈને આવે છે.ત્યારે તમામ લોકોએ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી સારા સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આ પર્વની ઉજવણી કરી હતી..

Back to top button
error: Content is protected !!