ભરૂચ જિલ્લામાં નોંધાઈ રહેલા સાયબર ક્રાઇમના કિસ્સાઓને જિલ્લા પોલીસે જિલ્લાવાસીઓને જાગૃત રહી સચેત રહેવા અપીલ કરી
સમીર પટેલ, ભરૂચ
ભારત દેશમાં અનેક ઠગ ટોળકીઓ સાયબર છેતરપીંડી દ્વારા લોકોને પોતાના શીકાર બનાવી રહ્યા છે.જેમાં હાલમાં ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષીત અને સિનિયર સીટીઝનોને ડરાવી ધમકાવી તેમની પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ લોકોને અપીલ કરીને સચેત અને જાગૃત રહેવા અપીલ કરી છે.જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યું છે.
આજનો મોબાઈલ યુગ જેટલો ફાસ્ટ થયો છે એટલો જ તેના દ્વારા થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો થયો છે.જેને આપણે સાયબર ક્રાઈમના નામથી ઓળખીએ છે.જેટલા આજના ફાસ્ટ યુગના ફાયદાઓ છે એટલા જ તેના ગેરફાયદાઓ પણ છે.જેમાં મોબાઇલ,કોમ્પ્યુટર, ટેબલેટ,લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી અનેક લોકો ઠગો દ્વારા કરવામાં આવતી છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે આ પ્રકારના ફ્રોડનો શિકાર બનવામાં શિક્ષિત લોકો પણ બાકાત નથી.જેમાં હાલમાં ઠગો અલગ અલગ પ્રકારના ફ્રોડ આચરી લોકોને નિશાન બનાવે છે.જેમાં જોવા જઈએ તો જોબ ફ્રોડ,લોન ફ્રોડ,સીમ કાર્ડ ફ્રોડ, ક્રેડીટ કાર્ડ ફ્રોડ,મેટ્રીમોનીયલ ફ્રોડ,ઈંસોરન્સ ફ્રોડ,લોટરી ફ્રોડ સહિતના અનેક ફ્રોડ દ્વારા ઠગો લોકોને છેતરી તેમના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.
હાલમાં જ ડિજિટલ અરેસ્ટ કર્યા હોવાનો ડર બતાવી લોકો પાસે સમાધાન કરવાનું કહીને લોકોને લૂંટી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જેમાં થોડા દિવસ પહેલાં જ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં રહેતા અને ઇખર ગામમાં તબીબની પ્રેક્ટિસ કરતાં ડો.બશીરઅહેમદ ઇબ્રાહિમ મનમનના મોબાઇલ પર સપ્ટેમ્બર મહીનામાં એક વ્યક્તિનો કોલ આવ્યો હતો.જેમાં તેણે પોતાનું નામ રાહુલ કુમાર હોવાનું તેમજ તે પોતે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ઓળખ આપી હતી.તેમના નામ પર મુંબઈમાં ખરીદેલા સીમકાર્ડનો નંબર કેનેરા બેન્કના એકાઉન્ટમાં લિંક કરવામાં આવ્યો છે.જેનાથી 6.80 કરોડ રૂપિયાની હેરાફેરી થઇ છે અને તેના બદલામાં તેમને 68 લાખ રુપિયા મળ્યાં હોવાનો ડર આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરીને માનસિક ત્રાસ આપીને 14 લાખ તેમના એકાઉન્ટ માંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરાઈ હતી. જયારે તબીબને ખબર પડતાં કે આ તો ફ્રોડ થયો છે ત્યારે તેમણે ભરૂચ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે લોકોને જાગૃત કરવા ભરૂચ ડીવાયએસપી સી.કે.પટેલની મુલાકાત લઈને તેમની પાસે આવા કિસ્સાઓ કેમ બને છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી.આ બાબતે સી.કે પટેલે જણાવ્યું હતું.કે, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ હોતું નથી પરતું આવા ઠગો પોલીસ યુનિફોર્મ પહેરી લોકોને ડરાવી ધમકાવી તમે કોઈ મોટો ફ્રોડ કર્યો છે અથવા કોઈ મહિલાએ તમારા વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી જેવા કિસ્સાઓમાં ભેળવી તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે.જોકે આવા લોકો સિનિયર સીટીઝન વધારે પડતા ગભરાઈ જતાં હોય અને તેમની વાતોમાં આવી જતા હોય છે. જેથી ભરૂચ પોલીસ જિલ્લાવાસીઓને અપીલ કરીને જણાવ્યું હતું કે,હંમેશા જાગૃત અને સચેત રહીને આવા કોઈ કોલ આવે તો ડર્યા વગર નજીકના પોલીસ મથક અથવા સાયબર હેલ્પલાઇન 1930 પર કોલ કરીને મદદ માગવી જોઈએ જેથી મોટી છેતરપીંડીથી બચી શકાય છે.
ફોન કરનાર વ્યક્તિ પોલીસ અધિકારી હોવાનો દાવો કરે છે અને કહે છે કે તમારું આધાર કાર્ડ,સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ અથવા ડ્રગ સ્મગલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે.જેથી તમારી ધરપકડનો ડર બતાવીને વિક્ટિમને ફસાવે છે.ત્યાર બાદ છેતરપિંડીનો ખેલ શરૂ થાય છે તેઓ વિક્ટિમને કાનૂની કાર્યવાહી અને સમાજમાં બદનામી અને ડરના માર્યાપરેશાન થઈ જાય છે અને કંઈપણ કરી શકતો નથી.જેથી છેતરપિંડી કરનાર તમને ફોન પર રહેવા, અને શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ કરવા અથવા લિંક પર ક્લિક કરવાનું કહે છે.આ કારણે પીડિતનો બહારની દુનિયાથી સંપર્ક કપાઈ જાય છે.પીડિતને નિર્દોષતા સાબિત કરવા અથવા ભૂલ સુધારવા માટે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે.આવી રીતે ઠગો પોતાના મનસૂબા પાર પાડીને લોકોના જીવનની કમાણી ઉઠાવી દેતા હોય છે. જેથી આવા લોકથી સચેત રહેવા અમે પણ લોકોને અપીલ કરીએ છે.