BANASKANTHATHARAD

થરાદના વાઘાસણ ગામે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા મેદાનમાં..

વાત્સલ્યમ્ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ વાવ થરાદ

થરાદ તાલુકામા ગ્રામપંચાય ની ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે દરેક ગામનો આગેવાનો તેમજ બિનરાજકીય આગેવાનો પણ પોતાની સરપંચની અને વોર્ડના સંભ્યોની ઉમેદવારી કરી રહ્યા છે તેવામાં વાઘાસણ ગામેથી મહિલા આગેવાન અને ચૂંટણી લડવા વાઘાસણ તમામ સમાજના લોકો સાથે મળી ચૂંટણી લડવા મેદાનમાં ઉતારવા હાકલ કરી છે જેમાં વધુ માં ગામના આગેવાન જગદીશભાઈ પટેલ જણાવ્યું હતું કે અમે ગામમાં સર્વે કર્યું હતું કે મનસુખભાઈ પ્રજાપતિ ને બિનહરીફ જાહેર કર્યા છે પરંતુ અમે ગામમાં સર્વે કર્યું તો કેટલા આ વાત ને લઈ સમર્થનમાં નતા જેને લઇ અમે અત્યારે મહિલા ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર કર્યા છે અમે સૌ સાથે રાખી બેન ને જીતાડીશું એવી આશા વ્યક્ત કરી છે વધુમાં જણાવ્યું છે કે અમારા ગામના આગેવાન ગજાભાઈ પ્રજાપતિ ને સૌ ગામજનો સાથે મળી બિન હરીફ જાહેર કરે તો અમે મહિલા આગેવાનનું ફોર્મ પાછું ખેંચાવી લેશું તેવું જણાવ્યું હતું…

વાત્સલ્યમે ગામના આગેવાન છગનભાઇ ભેમાજી પંચાલ સાથે વાત કરી તેઓએ જણાવ્યું હતું કે અમારે ગામમાં કોઈ વિવાદ નથી ને અમે ગામના મહિલા આગેવાન ગીતાબેન નાઈ ને ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભરાવીએ છીએ અને ગામ લોકોને મારી વિનંતી છે કે મહિલા ઉમેદવાર વોટ આપી વિજય બનાવે…

ઉમેદવાર ગીતાબેન નાઇ શું કહે છે…

વાઘાસણ ગામના મહિલા ઉમેદવાર ગીતા બેનના એ જણાવ્યું હતું કે જે ગામના લોકો મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ચૂંટણી લડવા હાકલ કરી છે તો હું ગામ લોકોને વચન આપું છું કે ગમે તે થશે પણ હું મારું ફોર્મ પાછું નહીં ખેંચો એવી ખાતરી આપી હતી વધુમાં જણાવ્યું હતું કે ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિ ને તમામ ગ્રામજનો સહમતિથી બિનહરીફ જાહેર કરશે તો હું મારું ફોર્મ પાછું ખેંચી લઈશ..

Back to top button
error: Content is protected !!