ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ-3 ના કર્મકહરીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતાર્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં હાલ આરોગ્ય વિભાગના વર્ગ-3 ના કર્મકહરીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર ઉતાર્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના ચાર કેડરના 450 કર્મચારીઓ પોતાની કામગીરી બંધ કરી આંદોલન પર ઉતર્યા છે. ત્યારે આજે મંગળવારે જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ, મહામંત્રી સહિત કર્મચારીઓ આંદોલનના પગલે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધે અગાઉ મુખ્ય મંત્રી તેમજ સચિવોને રજુઆત બાદ 5 માર્ચે માસ સીએલ તેમજ 7 માર્ચ થી ધરણા કાર્યક્રમનો આરંભ કર્યો હતો. જેમાં પહેલા ઓફલાઇન રિપોર્ટિંગ નો બહિષ્કાર કરવા છતાં આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે તમામ સંવર્ગની ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તેના ગ્રેડ-પે પગાર ધોરણ સુધારવા સાથે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ વર્ગને ખાતાકીય પરીક્ષામાં સદંતર મુક્તિ અને નાણાકીય તેમજ વહીવટી પ્રશ્નો અને ગત હડતાલ સમયના પડતર પ્રશ્નો અંગે કોઈ નિકાલ નહીં આવતા. ભરૂચ જિલ્લાના 450 આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચ થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.



