GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે શાંતિ યજ્ઞ તથા મહાઆરતી સાદગીથી  ઉજવણી કરવામાં આવી 

 

WANKANER:વાંકાનેરમાં ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતી નિમિતે શાંતિ યજ્ઞ તથા મહાઆરતી સાદગીથી  ઉજવણી કરવામાં આવી

 

 

વાંકાનેર : શહેરમાં વર્ષોની પરંપરા મુજબ પરશુરામ જન્મ જયંતિની ઉજવણી આન બાન અને શાનથી ઉજવવામાં આવે છે જેમા જન્મ જયંતિની આગલી સંધ્યાએ પરશુરામદાદાને આહ્વાન કરી ગરબા રાસનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને જન્મ દિવસે સવારથી જ શાંતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી સાંજે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ ધર્મસભા અને મહાઆરતી અને મહાપ્રસાદ યોજી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે થોડા દિવસ પહેલા માનવભક્ષી રાક્ષસોએ માનવતાની હદ વટાવી પહેલગામમાં ફરવા ગયેલા નિર્દોષ પ્રવાસીઓને ધર્મ પૂછી ૨૬ જેટલા નિર્દોષ લોકોને ગોળીઓથી વીંધી નાખી સમસ્ત દેશને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે.


આ જધન્ય કૃત્યને દેશના તમામ નાગરિકોએ વખોડી કાઢી આ ઘટનામાં ગોળીઓ ચલાવનાર જ નહિ પરંતુ તેની પાછ્ળ રહેલા આકાઓ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માંગ કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ માનવ હત્યાકાંડને વખોડી મૃતકોના આત્માના કલ્યાણ માટે શ્રધાંજલિ આપી પરંપરા મુજબ પરશુરામ દાદાની જન્મ જયંતી ઉજવવાને બદલે સાદગીથી શાંતિ યજ્ઞ તથા મહાઆરતી કરી દિવંગતોના આત્માના કલ્યાણ માટે શ્રધાંજલિ અર્પણ કરવામાં આવેલ.આ પાવન પ્રસંગે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા, વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશભાઈ ઓઝા , રાજુભાઈ રાવલ , પ્રવિણભાઇ પંડ્યા , બાબુભાઈ રાજગોર , ધનંજયભાઈ ઠાકર , કૌશલભાઈ પંડ્યા સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!