AHAVADANG

ડાંગમાં સંસ્કાર અને પર્યાવરણ મૂલ્યનું સિંચન:- નાંદનપેડા બહાઈ સમુદાયનો સરાહનીય પ્રયાસ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

કમળો છોડ વાળો તેમ વળે’ની ઉક્તિને સાર્થક કરતા ડાંગ જિલ્લાનાં નાંદનપેડા બહાઈ સમુદાય દ્વારા ગામના બાળકો અને કિશોરોમાં નૈતિક અને આધ્યાત્મિક કેળવણી સાથે પર્યાવરણ જાગૃતિનું સિંચન કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ નિયમિત બાળ વર્ગોના પ્રયાસરૂપે, રવિવાર, તા. ૨ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે યોજાયેલા કાર્યક્રમમાં, બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જાળવણી અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી એક ઉમદા પહેલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાળ વર્ગોના ૫૩ બાળકો સહિત ગામના કુલ લગભગ ૮૦ બાળકોને, તેમના પરિવારજનોની હાજરીમાં, ફળ-ફૂલના વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ દરમિયાન, સુમિત્રાબેન આહિરેએ વાલીઓને ‘અભિમન્યુ’ની વાર્તા અને અન્ય ઉદાહરણો દ્વારા બાળ કેળવણી અને સંસ્કાર સિંચનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વાલીઓને વિનંતી કરી કે બાળકોને નૈતિક વર્ગોમાં નિયમિત રીતે મોકલે.પોતાના જીવનમાં પણ નૈતિક મૂલ્યો અનુસરીને બાળકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બને.આ સાથે જ તેમણે વાલીઓને પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જેવા વિષયોને દૈનિક જીવનમાં પૂરતું મહત્વ આપવા પણ આહવાન કર્યું હતું.આ પ્રસંગે ગ્રામજનો અને ગામના આગેવાનોની સાથે એશિયા ભૂખંડીય સલાહકાર મંડળના સભ્ય પરિમલ મહાતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમુદાયની આ ઉદાહરણરૂપ પહેલ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન નાંદનપેડા સ્થાનિક આધ્યાત્મિક સભા વતી રાજેશભાઈ આહિરેએ કર્યું હતું, જેઓ સ્વયં ૧૫ બાળકોના નિયમિત બાળ વર્ગના શિક્ષક તરીકે નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે..

Back to top button
error: Content is protected !!