AHAVADANGGUJARAT

આહવાના શિવઘાટમાં એક સ્થળે (ભોવર)મધપૂડો તૂટતા અફરાતફરી,મધમાખીઓએ અનેક વાહનચાલકોને ડંખ માર્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર સોમવારે સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં એક અણધારી ઘટના બની હતી.શિવઘાટનાં વળાંક પાસે એક મોટો ભવર મધપૂડો અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.મધપૂડો તૂટતા જ ગુસ્સે ભરાયેલી માખીઓએ રસ્તા પરથી પસાર થતા વાહનોને પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતુ.આ ઘટનામાં સૌથી વધુ ભોગ ટુ-વ્હીલર ચાલકો બન્યા હતા,જેમાંથી ઘણા લોકોને મધમાખીઓએ ભારે ડંખ માર્યા હતા. મળતી માહિતી મુજબ કાલેફ અલી સૈયદ નામનાં એક કપડા અને ચાદર વેચનાર ફેરિયા,જેઓ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એરડોલ તાલુકાના કાસોડા ગામના રહેવાસી છે, તેમને ભવર માખીઓએ લગભગ 150 જેટલા ડંખ માર્યા છે.તેમની ગંભીર હાલતને જોતા તાત્કાલિક આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ છે.આ બનાવના પગલે આહવા-વઘઈ માર્ગ પર લગભગ એકથી બે કલાક સુધી ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.ગુસ્સે ભરાયેલી માખીઓના ત્રાસથી બચવા માટે કેટલાક ટુ-વ્હીલર ચાલકોએ આહવા કે વઘઈ જવા માટે ધોઘલી, સુંદા, સતી ગામના માર્ગ થઈને ભવાનદગડના રસ્તાનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા.જો કે, બે-ત્રણ કલાક બાદ જ્યારે ભવર મધપૂડાની માખીઓ શાંત થઈને જતી રહી, ત્યારે આ માર્ગ પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ એક વખત તો આહવા-વઘઈ માર્ગ પર ભયનો માહોલ ઊભો કરી દીધો હતો..

Back to top button
error: Content is protected !!