
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસની ટીમનું લોટસ ઓપરેશન :-‘લુટેરી દુલ્હન ગેંગ’નાં પાંચ જેટલા વોન્ટેડ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી મોટી સફળતા મેળવી છે.ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાની ટીમે સાપુતારા પોલીસ સ્ટેશન “A” પાર્ટ ગુ.ર.નં. 11219030250389/2025 હેઠળ દાખલ થયેલ છેતરપીંડીના ગુનામાં સંકળાયેલા પાંચ જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ આ આરોપીઓ લગ્ન કરવાનું બહાનું બનાવી યુવકો સાથે છેતરપીંડી કરતા હતા.જેમાં અગાઉ એક ભોગ બનનાર યુવાન પાસેથી રૂ. 2 લાખ પડાવી છેતરપીંડી કરી હતી.જેની ફરીયાદ સાપુતારા પોલીસ મથકમાં નોંધાઈ હતી.
જે ફરીયાદનાં આધારે સાપુતારા પોલીસે અલગ–અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલ્યામાળ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી.સાપુતારા પોલીસની ટીમે આ તમામ આરોપીઓને ગણતરીનાં સમયમાં જ પકડી પાડી તેઓ પાસેથી રૂ. 1,30,000ની રોકડ, ફોરવ્હીલર (કિં. રૂ. 3 લાખ) અને 2 મોબાઇલ ફોન (કિં. રૂ. 13,000) મળી કુલ 4,43,000નો મુદામાલ કબ્જે કર્યો છે.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયાની ટીમ દ્વારા લૂંટરી દુલ્હન ગેંગનાં વોન્ટેડ આરોપીઓમાં (1) નિકીતાબેન ઉર્ફ્ર જીયા રમેશભાઇ ઉ.વ 39 મુળ રહે પળશી તા.સિલોંડ જી.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) તથા જુની કોશયલ તા માતર જી ખેડા હાલ રહે.વાડુજ બજાજ કંપની પાસે મધુબન કોલોની મકાન નં.૫ તા.ગંગાપુર જી.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) (2) જ્યોતીબેન ઉર્ફે સંગીતા ડો/ઓફ ધર્માભાઇ રાથોડ વા/ઓ સુનીલ ચ્વહાણ ઉ.વ 27 મુળ રહે લમાનવાડી ગામ તથા રાંજની ગામ તા ઘનસોંગી જી જાલના (ઔરંગાબાદ-મહારાષ્ટ્ર) હાલ રહે આમન ટાવર ઘર નં 14 વાડુજ ગામ તા ગંગાપુર જી જાલના (3) વિજયભાઇ બાળુભાઇ ભોયે ઉ.વ 45 ધંધો ખેતી રહે.પીપલ્યામાળ તા.આહવા જિ.ડાંગ તથા નં.(4) રમેશભાઇ રાજુભાઇ જાદવ ઉ.વ 44 ધંધો ખેતી રહે.કડમાળ ચીંચલી તા.આહવા જિ.ડાંગ તથા નં.(5) સોમનાથભાઇ સદુભાઇ પવાર ઉ.વ 59 ધંધો ખેતી રહે.ચીચધરા(ચીંચલી) તા.આહવા જિ.ડાંગનાઓને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી વઘુ તપાસ હાથ ઘરી છે.






