વિરપુર થી લીંબડીયાને જોડતા માર્ગનું આરએનબી વિભાગ દ્વારા મરામતની કામગીરી હાથ ધરાય

વિરપુર થી લિંબડીયા ને જોડતા માર્ગનુ – માર્ગ અને મકાન વિભાગે દ્વારા મરામતની કામગીરી હાથ ધરાઇ.
અમીન કોઠારી:- મહીસાગર
તા.૧૬/૯/૨૪
મહિસાગર જીલ્લામા થોડા દિવસો અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો જેમાં રસ્તાઓથી લઈને રહેણાંક મકાનોને જીલ્લામાં વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ છે ત્યારે વિરપુર તાલુકામાં પણ કેટલાક દિવસોથી વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે ત્યારે તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તા ધોવાયા છે ત્યારે વિરપુર થી લિંબડીયાને જોડતો મુખ્ય માર્ગ પણ વરસાદી પાણીના લીધે ઠેર ઠેર રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે જેને લઈને વાહચાલકોને અકસ્માતનો ભય રહેતો હોય છે.
ખાડાઓને કારણે તાલુકાની પ્રજા હેરાન પરેશાન થતા જેના કારણે માર્ગ અને મકાન વિભાગ બાલાસિનોર દ્વારા વિરપુરના હાઇવે પરના ખાડાઓ પૂરવાની કામગીરી આદરી હતી જેમાં ડામર પુરી રોલર મશીન દ્વારા પીચીંગ કરવામાં આવતા તાલુકાની પ્રજામાં ખુશીની લહેર જોવા મળી હતી




