જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પી.જી.પી ગ્લાસ લીમીટેડનાં સી.એસ.આર.સહયોગથી આસિસ્ટન્ટ ડ્રેસ મેકર, બ્યુટીકેર આસીસ્ટન્ટ સ્કીલ તાલીમનો જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ ખાતે શુભારંભ કરાયો.



સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા જંબુસર તાલુકાનાં ઉચ્છદ ગામે પી.જી.પી.ગ્લાસ લીમીટેડ જંબુસરનાં સી.એસ.આર સહયોગથી સ્કીલ તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉચ્છદ ગામનાં સરપંચ શ્રી વિજયસિંહ રાજ, પીજીપી સી.એસ.આર હેડશ્રી કેતનભાઈ પટેલ, એચ.આર વિભાગના શ્રીતુષાર દિક્ષિત, શિવાની પટેલ, માયાબેન પટેલ, રાકેશભાઈ પઢિયાર, તથા વિજયભાઈ પરમારની ઉપસ્થિતિમાં આ તાલીમ કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો તાલીમાર્થીઓને જરનલ, ટુલકિટસનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયુ. જેએસએસના નિયામક શ્રી ઝયનુલ સૈયદ દ્વારા આ સ્કીલ તાલીમનું મહત્વ સમજાવી કેવી રીતે પગભર થઈ જીવન શૈલીને સુધારી શકાય તેની છણાવટ કરી હતી. ખાસ કરીને બેરોજગાર મહિલાઓ આવી તાલીમ થકી પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. પોતાનાં હુન્નરને લગતા ક્ષેત્રમાં નોકરી વ્યવસાય થકી પણ આગળ આવી શકે તે હેતુસર આ તાલીમનો પ્રારંભ પીજીપી ગ્લાસ લીમીટેડ જંબુસરનાં સી.એસ.આરના સહયોગથી ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ સ્થળે મફત તાલીમ થકી મહિલાઓ બન્ને ક્ષેત્રમાં આગળ વધીને આત્મનિર્ભર બની શકે છે.
આ પ્રસંગે સરપંચ શ્રી વિજયસિંહ રાજે પીજીપી ગ્લાસ લીમીટેડ કુ.નાં સહકાર બદલ આભાર વ્યકત કર્યો હતો અને જે.એસ.એસનાં ફિલ્ડ સ્ટાફની દેખરેખ હેઠળ તાલીમ કાર્યક્રમો સમય મર્યાદામાં ફળીભૂત કરવા જણાવ્યું હતું.
આ તકે તમામ મહાનુભાવોનું સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




