AHAVADANG

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૫ હજારથી વધુ વેરા બાકીદોરો માટે જાહેરનામું બાહર પાડ્યો….

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાનું કડક વલણ; ડિફોલ્ડર વેરા બાકીદારોએ નિયત તારીખ સુધી વેરોભરપાઇ ન કરે તો આવશ્યક સુવિધા પર પ્રતિબંધ મૂકવામાં આવશે..

નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા જૂના વેરા બાકીના રકમના પુરેપુરા વસૂલાત માટે નોંધપાત્ર અને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૫,૦૦૦/- રૂપિયાથી વધુના દરેક બાકીદારોના યાદીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ કાર્યવાહી અંતર્ગત, મુખ્યત્વે વ્યાવસાયિક/વ્યાપારી મિલકત માલિકોને મુખ્ય રીતે આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જે બાકીદારો તારીખ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં તેમની બાકી રહેલી વેરાની રકમ ચૂકવણી નહીં કરે, તેમના વિરુદ્ધ નીચે મુજબની કડક પગલાં ભરવામાં આવશે:

સુવિધાઓ પર પ્રતિબંધ: ચુકવણી ન કરવાથી, બાકીદારોની મિલકતો પરથી પાણીની સુવિધા, ડ્રેનેજ કનેક્શન,વીજળી કનેક્શન (DGVCL દ્વારા સંકલનમાં) અને બિલ્ડીંગ ઉપયોગ પરવાનગી જેવી તમામ મહાનગરપાલિકાની સેવાઓ અટકાવવામાં તેમજ રદ્દ કરવામાં આવશે. આગળ વધીને, બાકી રકમના વસૂલાત માટે લીગલ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેમાં મિલકત સીલિંગ અને અન્ય કાયદેસર પગલાંનો સમાવેશ થઈ શકે છે. આ કાર્યવાહીમાં લાઇટ બાબતે DGVCL નો સંપૂર્ણ સહકાર રહેશે અને વીજળી સુવિધા અટકાવવાના પગલાંમાં સંકલન રહેશે. જૂના વેરાની વસૂલાત માટેની આ કાર્યવાહી પારદર્શી રાખવા માટે, મહાનગરપાલિકા દ્વારા મુખ્ય ૨૨૦ વેરા બાકીદારોની યાદી વોર્ડ મુજબ જાહેર કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!