AHAVADANG

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે ૧ જાન્યુઆરીથી કડક કાર્યવાહી કરવામાં આવશે… નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે ૧ જાન્યુઆરીથી કડક કાર્યવાહી કરવામાં આવશે…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજક કચેરી (ટાઉન પ્લાનિંગ વિભાગ) દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ચાલુ બાંધકામ ધરાવતા તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સના મિલકત ધારકો તથા બિલ્ડરોને  સૂચના આપવામાં આવે છે કે આવતા ૧ જાન્યુઆરી ૨૦૨૬થી જો ગ્રીન સેફ્ટી નેટ અથવા અન્ય જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોટેક્શન નેટ્સ ફરજિયાત પણે નહિ લગાડેલ હોય તેવા તમામ મિલકત ધારકો અથવા બિલ્ડરો પર સખત દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન સેફ્ટી નેટ અથવા અન્ય જરૂરી ડસ્ટ કંટ્રોલ પ્રોટેક્શન નેટ્સ ફરજિયાત રીતે લગાવવામાં આવે. બાંધકામ દરમ્યાન ઉડતી ધૂળ, કચરો અને સૂક્ષ્મ કણો હવાના ગુણવત્તામાં ઘટાડો ન કરે તે માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પહેલ અત્યંત જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. એર પોલ્યુશન ઘટાડો, જન આરોગ્ય સુરક્ષા તથા શહેરમાં શુદ્ધ હવા અને સ્વચ્છ પર્યાવરણ જળવાઈ રહેવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ કોન્ટ્રાક્ટર, બિલ્ડર્સ અને ડેવલપર્સને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ ૧ જાન્યુઆરી પહેલા પોતાની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ગ્રીન સેફ્ટી નેટ્સ, બેરિકેડિંગ તથા ડસ્ટ કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત કરે નવસારી મહાનગરપાલિકાની આ પહેલ શહેરને વધુ શુદ્ધ અને પોલ્યુશન-મુક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Back to top button
error: Content is protected !!