GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાના વોર્ડ નં 7 માં સામાન્ય મહિલા ઉમેદવાર સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી બિનહરીફ થયાની ઉજવણી કરાઈ
તારીખ ૦૩/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં આજરોજ ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન સામાન્ય મહિલા ઉમેદવાર કેયાબેન તુષારકુમાર શાહ જેઓ ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરેલ તેઓની સામે અન્ય કોઈ હરીફ મહિલા સામાન્ય ઉમેદવાર ન હોવાથી તેઓના સમર્થકો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગની લાગણી છવાઈ ગઈ છે અને મામલતદાર કચેરીના પ્રાંગણમાં તેઓના સમર્થકોએ બિનહરીફ વિજેતા ઉમેદવાર તરીકે સંભવિત વિજેતા તરીકે તેઓને ફૂલહાર પહેરાવી એડવાન્સ શુભેચ્છાઓ પાઠવી છે.