AHAVADANG

જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત DMF ને અપાયેલ 1400 કરોડનું ફંડ યોગ્ય રીતે વાપરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ કલેકટરને આવેદન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત ડીએમએફ ને અપાયેલ 1400 કરોડનું ફંડ માઈનિંગથી પ્રભાવિત આદિવાસી ક્ષેત્ર માટે યોગ્ય રીતે વાપરવામાં આવે અને પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવે તેવી માંગ સાથે જનજાતિ કલ્યાણ આશ્રમ ડાંગ દ્વારા ડાંગ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે કાર્યરત ‘જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત’   જે અનુસૂચિત જનજાતિ ક્ષેત્રમાં કામ કરતા વિશ્વના સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમનું ગુજરાત એકમ છે.ત્યારે તેમના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે,ભારતના 70% ખનીજ ખનન ક્ષેત્ર જે જનજાતિ ક્ષેત્રમાં આવેલ છે જેમાં મોટાભાગે જનજાતિ સમાજ અને દેશનો ગરીબ વર્ગ  વસવાટ કરી રહ્યો છે. તેના ખનન પ્રભાવિત વિસ્તારમાં ત્યાંના લોકો માટે  ભારત સરકારે બનાવેલ  અને ખનીજ વિકાસ અને વ્યવસ્થાપન (MMDR)ના અધિનિયમ 2015- માં  થયેલ સંશોધન મુજબની ધારા 9- બ મુજબ નિર્માણ થયેલ બિનસરકારી સંસ્થા DMF ને અત્યાર સુધી ફળવાયેલ અંદાજીત 75 હજાર કરોડ રૂપિયા માંથી ગુજરાત માટેના અંદાજીત બજેટ 1400 કરોડ રૂપિયાનું ફંડ સ્થાનિક ખનન પ્રભાવિત સમુદાય અને ત્યાંના ક્ષેત્ર માટે જ વાપરવામાં આવે,DMF એક નોન પ્રોફિટ અને બિન સરકારી સંસ્થા  છે તે છતાં પણ તેમાં દેશથી લઈ રાજ્ય અને જિલ્લા સ્તર પર કોઈપણ પ્રકારના જન પ્રતિનિધિ કે સામાજિક નેતૃત્વનું પ્રતિનિધિત્વ નથી રખાયુ.ઉપરાંત જે ખનીજ ક્ષેત્ર માં ખનન થઈ રહ્યું છે તે  વિસ્તારના લોકો કે ગ્રામ જેનો ભોગ બની રહ્યું છે તેનું પણ કોઈ પ્રતિનિધિત્વ નથી. તો આ મોટી રકમની ગ્રાન્ટ વાપરવા ની આ સંસ્થામાં  દરેક સ્તરે યોગ્ય જન પ્રતિનિધિની ભૂમિકા સુનિશ્ચિત કરવામાં આવે,ખનીજ ક્ષેત્ર વિસ્તારમાં 70% થી વધુ વિસ્તાર એ PESA ક્ષેત્રમાં આવે છે જ્યાં ભારત સરકાર દ્વારા PESA કાનૂન લાગુ છે.  તેનું પણ જાહેરમાં ઉલંઘન થઈ રહ્યું છે. તો એ સંદર્ભે યોગ્ય પગલાં લેવામાં આવે.આ અંગે રાજ્યપાલ ને સૂચિત કરવા જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ખનન પ્રભાવિત જનજાતિ જિલ્લાઓમાં આજે  જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર આપી  ઉપરોક્ત માંગણીઓ રજૂ કરવામાં આવી છે .જો DMF દ્વારા વપરાતી ગ્રાન્ટનો ઉપયોગ માઇનિંગ નો ભોગ બનનાર વ્યક્તિ ગ્રામ કે વિસ્તારના લોકો સુધી યોગ્ય પ્રમાણમાં  નહીં પહોંચે  અને DMF દ્વારા થતી કામગીરી માં આગામી દિવસોમાં પારદર્શકતા લાવવામાં ન આવે તથા આવેદનપત્ર દ્વારા આપવામાં આવેલ મુદ્દાઓમાં સરકાર  દ્વારા કોઈ ઠોસ પગલા લેવામાં ન આવે તો આગામી દિવસોમાં ગ્રામ સ્તરથી લઈ ને રાજ્ય સ્તર સુધી મોટા પ્રમાણમાં રેલી અને ધરણા પ્રદર્શન જેવા કાર્યક્રમ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.ત્યારે ડાંગ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપતી વેળાએ જ. ક. આશ્રમ હિતરક્ષા આયામ પ્રમુખ ગુજરાત સંજય ભાઈ પટેલ ,ડાંગ જિલ્લા પ્રમુખ પ્રવિણાબેન શિવરામભાઈ ચૌધરી, સહ મંત્રી જીજ્ઞેશભાઈ ધનજ ભાઈ પટેલ , પવાંતાબેન બાગુલ, કુસુમબેન પ્રકાશભાઈ ચૌધરી, હંસાબેન પવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!