AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે 26મી મેનાં રોજ 108 એમ્બ્યુલન્સ દ્વારા “પાયલોટ દિવસ”ની ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ર૬મી મે એટલે 108 એમ્બ્યુલન્સનો પાઇલોટ દિવસ’ તરીકે ઊજવાય છે, અને આ દિવસે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાઇલોટની નિ:સ્વાર્થ સેવા બદલ તેમનુ સન્માન કરવામાં આવે છે.કોઇપણ કટોકટી સમયે, પ્રત્યેક સેકન્ડ મુલ્યવાન હોય છે. સત્વરે ઈમરજન્સી રીસપોન્સ CPR, ફાયરફાઈટીંગ, એસ્ટ્રીકેશન અને પ્રાથમિક સારવાર મહામુલી માનવ જીદંગી બચાવે છે. ઇ.એમ.ટી ની સાથે સાથે, પીડીતને સલામતીથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પાઇલોટની ભુમિકા મહત્વની છે. કટોકટીના સમયે, મહામુલી માનવ જીદંગી બચાવવા, બીજા અન્ય ઘટકો પણ મહત્વનાં છે, જેમકે પીડીતને સલામતીથી એવી રીતે પરિવહન કે ખસેડવાં કે જેનાથી તેમને વધુ કોઇપણ ઇજા કે હાનિ પહોંચે નહી.સ્થળ પર ઘાયલ કે દર્દીઓના હિતમાં સલામતી અને ચતુરાઇભર્યું વિવેકપૂર્ણ કાર્ય કરવું પણ એ પાઇલોટનું વિશેષ કાર્ય છે. આજના આ અત્યાધુનિક યુગમાં ૧૦૮ સેવાના પાઇલોટ પણ સુસજજ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખુબજ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે.જેથી

ડાંગ જિલ્લાનાં આહવા કલેકટર સેવા સદન ખાતે 108 સેવાનો પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.અને વર્ષ દરમિયાન ડાંગ જિલ્લામાં ઉમદા કામગીરી કરવા બદલ આહવા ખાતે 108,ખિલખિલાટ, ૧૯૬૨, ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું, મોબાઈલ વેટરનરી યુનિટ, ધન્વંતરિ આરોગ્ય રથ, આરોગ્ય સંજીવની સેવામાં કાર્યરત પાઇલોટ, કેપ્ટન, તથા ડ્રાઇવરને સન્માનીત કરવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!