
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગણદેવી પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓ જનજાગૃતિ રેલીમાં જોડાઈ
ગણદેવીમાં વર્લ્ડ ટીબી ડે ની ઉજવણી ખૂબ જ લોક ભોગ્ય રીતે તેમજ ભવ્ય રીતે કરવામાં આવી હતી. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા ટીબી એસોસિયેશન, ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર નવસારી, લાયન્સ ક્લબ ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગણદેવી, બ્લોક હેલ્થ સેન્ટર ગણદેવી પ્રાથમિક કન્યાશાળા ગણદેવી અને એ એન એમ અગ્રવાલ નર્સિંગ કોલેજ નવસારીના સંયુક્ત ઉપક્રમે અત્રે આ સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી.
અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ સક્રિય રીતે ભાગ લઈ ટીબી રોગ ક્યાંથી શરૂ થાય છે અને કઈ રીતે મટાડી શકાય અને એનો અંત કઈ રીતે આવી શકે તે અંગેનું ખૂબ જ માહિતી સભર પોસ્ટર પ્રદર્શન યોજ્યુ હતું. ક્ષયરોગ નિવારણ મંડળના પ્રમુખ પરેશભાઈ અધ્વર્યુ અને ડિસ્ટ્રીક ટીબી ઓફિસર નવસારીના ડો. પિનાકીનભાઈ પટેલ તેમજ તબીબી અધિકારીઓના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેનો જન સમૂહએ દર્દીઓએ સમગ્ર દિવસ દરમિયાન લાભ લીધો હતો. જન જાગૃતિ રેલીમાં ગણદેવી નગરપાલિકાના પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલ અને નગરના આગેવાનોએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી. ગણદેવી પ્રાથમિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓના માર્ગદર્શન સાથે વિશાળ રેલી નીકળી હતી અને શેરીઓ ટીબી મુક્ત ભારત અભિયાનના નારાથી ગુંજી ઉઠી હતી.
ગણદેવી લાયન્સ ક્લબના પ્રમુખ પ્રીતિબેન પ્રજાપતિ, સેક્રેટરી અરવિંદભાઈ શાહ, છગનભાઈ ચાંપાનેરી, અંજનાબેન પટેલ, ડો.મિલન, ડો.પ્રિયંકા, ડો.જયશ્રીકા, એલટીએસ સ્ટાફ, એચ.આઈ.વી કાઉન્સિલર, નર્સિંગ સ્ટાફ અગ્રવાલ કોલેજ નવસારી, પ્રાથમિક કન્યાશાળાના શિક્ષિકાઓ, નગરસેવકો અને સિનિયર સિટીઝન સહિત નગરના આગેવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. મીઠાઈ વહેંચવામાં આવી હતી તેમજ ટીબીના દર્દીઓને અને તેમના સગા વ્હાલાઓને પણ આ સાથે જરૂરી પૌષ્ટિક ચીજ વસ્તુઓ વિતરણ કરાઈ હતી. ખૂબ જ આનંદ ઉલ્લાસ અને આગવા વાતાવરણમાં અગ્રવાલ કોલેજના વિદ્યાર્થીઓએ પ્રદર્શન રજુ કર્યું હતું.



