દક્ષિણ વન વિભાગ,પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગનાં સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અને તમાકુ નિયંત્રણ અંગે જનજાગૃતિ રેલી યોજાઈ.
MADAN VAISHNAVOctober 8, 2024Last Updated: October 8, 2024
18 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ, પોલીસ વિભાગ તથા આરોગ્ય વિભાગનાં સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અને તમાકુ નિયંત્રણ અંગે ગિરિમથક સાપુતારા ખાતે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે.જે રેલીમાં મોટી સંખ્યામાં વન વિભાગ,આરોગ્ય તથા પોલીસ વિભાગના કર્મચારીઓ શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા. દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ દરેક રેંજ કચેરીઓમાં વન્ય પ્રાણી સપ્તાહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં આજરોજ ગિરિમથક સાપુતારા ખાતે શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછી,સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ અને મેડિકલ ઓફિસર મહેશભાઈ પટેલનાં સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહી વન્ય પ્રાણી સપ્તાહની સાથે તમાકુ નિયત્રંણ અંતર્ગત ટ્રાફિક અવેરનેશ,રાષ્ટ્ર નિર્માણ,નશા મુક્તિ,તમાકુ મુક્તિ,વન્ય જીવોનું સંરક્ષણ,જંગલ બચાવો જીવન બચાવો, અને વન ધરતીનું ધન છે જેવા નારા સાથે સાપુતારા સ્વાગત સર્કલથી લઈને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ અને સ્ટેપ ગાર્ડન સુધી રેલી યોજી સ્થાનિક સહીત પ્રવાસીઓને જાગૃત કર્યા હતા.તેમજ પાંચ જેટલી શાળાઓનાં વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ અને પ્રાણી સપ્તાહ અંતર્ગત સૂત્રોચ્ચાર કરી આ અભિયાનને સફળ બનાવવા પ્રયત્ન કર્યો હતો.તેમજ તમાકુ નિયંત્રણ અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા સાપુતારા મેડિકલ ઓફિસર ડો મહેશભાઈ પટેલની ટીમે પ્રવાસીઓ સહિત સ્થાનિકોને પેમ્પ્લેટની વહેચણી કરી જાગૃત કર્યા હતા.આ રેલી દ્વારા વન્ય જીવ સંરક્ષણ અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યારે આ રેલીમાં શામગહાન રેંજના આર.એફ.ઓ ચિરાગભાઈ માછી, સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલ, પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમા,સાપુતારા પી.એચ.સીનાં મેડિકલ ઓફિસર ડો મહેશભાઈ પટેલ,હોટલ એસોસિએશન સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલે, બીજન પટેલ સહિત હોટલ એસોસિએશનનાં સભ્યો, આરોગ્ય કર્મીઓ,શિક્ષકો, શાળાના બાળકો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVOctober 8, 2024Last Updated: October 8, 2024